SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વડે બાંધેલા પશુને દેરડું પકડનાર માણસ પોતાની ઈચ્છાનુસાર દેરી જાય છે, એ જ પ્રમાણે સગાં-સ્નેહીઓના વિલાપ રૂપ મેહપાશથી જકડાયેલા સરવહન સાધુને, તેઓ ઘેર લઈ જવામાં સફળ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે મેહરૂપ કૂવામાં હડસેલનારા બધુજને તે નવદીક્ષિત સાધુને એવી રીતે સમજાવે છે કે તે બ્રાન્ત, ગુરુકમાં સાધુને મોક્ષદાયિની પ્રવજ્યાને પણ ત્યાગ કરીને ગૃહના બન્ધનમાં બંધાઈ જાય છે. આ શબ્દાર્થ-ક-યથા” જેવી રીતે “ગા- જ્ઞાત' વનમાં ઉત્પન્ન થયેલ “જય -સમ્' ઝાડને “સુવા–મહુ%ા' લતા-વેલ “વંદ-પ્રતિવજ્ઞાતિ વીટળાઈ જાય છે. “i-વહુ' નિશ્ચય “gવું-’ આ પ્રમાણે “રયો-જ્ઞાત જ્ઞાતિવાળા અર્થાત્ કુટુંબિજન “સામાળિ–અસમાધિના” અલ્પસત્વવાળા તે સાધુને “પતિપતિ-પ્રતિરક્વત્તિ' બાંધી લે છે ૫૧માં સૂત્રાર્થ-જેવી રીતે વનમાં ઉત્પન્ન થતાં વૃક્ષને માલુકા લતા વીટળાઈ વળે છે, એજ પ્રમાણે માતા, પિતા, સ્વજને આદિ તે નવદીક્ષિત સાધુને એવાં તે ઘેરી લે છે કે તેમને કારણે તે સાધુના ચિત્તમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે. ૧૦ ટીકાર્યું–જેવી રીતે વનમાં જ ઉગતા અને વનમાં જ વૃદ્ધિ પામતાં, પુપિ અને કળોથી યુક્ત વૃક્ષને સમી પવતી માલુકા લતા વીંટળાઈ જાય છે, એ જ પ્રમાણે સાધુના કૂટુંબીઓ અસમાધિભાવથી–મોહને વશવતી થઈને તે સાધુને ઘેરી લે છે. અથવા તે છે સરવહીન, ગુરુકમ, અને અમારાધિત ચિત્તવાળા તે સાધુને ઘેરી લે છે તેઓ એવાં વચને બોલે છે કે જે વચનોને કારણે તે સાધુમાં અસમાધિભાવ ઉત્પન્ન થાય છે અને તેનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે. તેથી તે દીક્ષાને ત્યાગ કરીને ફરી ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે, અમિત્રરૂપ તે કુટુંબીજને તે સાધુને ઘેરી લઈને તેને એવું કહે છે કે આપણે બધાં એક સાથે જ્યાં પહોંચી ન શકીએ, ત્યાં તમારે એકલા શા માટે જવું જોઈએ! દુર્ગતિ કે સગતિ, જે ગતિ મળવી હોય તે મળે. પણ આપણે એકબીજાનો સાથ છેડવો જોઈએ નહીં. તમે સદ્ગતિમાં જાઓ અને અમે દુર્ગતિમાં જઈએ, એવું શા માટે કરવું જોઈએ ! કહ્યું પણ છે કે “પિત્તો મિત્તલે' ઇત્યાદિ– જેઓ સાધુના સાચા મિત્ર નથી તેઓ તેના મિત્ર હોવાને ઢાંગ કરીને તેને ભેટી પડીને વિલાપ કરવા લાગી જાય છે અને તેને કહે છે કે- હે મિત્ર! ત: એક સુગતિમાં જવાનો વિચાર ન કર આપણે બધાં દુર્ગતિમાં સાથે સાથે જ ચાલ્યા જઈશું.' ગાથા ૧ભ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy