________________
વિગેરે દ્વારા સત્કાર કરવામાં આવે તે પણ સાધુએ જરા પણ અભિમાન ન કરવું. માન-સંચમરૂપ પ્રમાદના શિખરથી પાડવામાં વજી સરખું છે– અર્થાત પતનનું કારણ છે. અથવા સાધુએ એ અહંકાર કરવો ન જોઈએ કે-હું જ પંડિતમરણમાં શક્તિમાન છું. એજ પ્રમાણે સાધુએ માયા પણ કરવી ન જોઈએ. મોટી માયાની તો વાત જ શી ? જરા સરખી માયાનું આચરણ કરવું તે પણ ચગ્ય નથી. માયા પણ પતનનું જ કારણ છે. ક્રોધ અને લેભ પણ ત્યાગ કરવા લાગ્યા છે. જ્યાં માન હોય છે, ત્યાં ક્રોધ પશુ અવશ્ય હોય છે. જે તેથી આ ચારે કષાયને તાલપુટ નામના વિષની જેમ પરાભવકારી જ્ઞપરિણાથી જાણીને તથા કક્ષાના પરિણામને પણ સમજીને પંડિત પુરૂષ-પ્રત્યાખ્યાન પરિણાથી વિષ જેવા માનીને તેને ત્યાગ કરે તેજ હિતાવહ છે.
કહેવાનો આશય એ છે કે-જ્યાં માન હોય છે, ત્યાં કોઇ અવશ્ય હોય છે, અને જ્યાં માયા હોય છે, ત્યાં લોભ પણ હોય છે. જ્ઞપરિજ્ઞાથી આ તથ્ય-સત્ય સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી સઘળા કષાયને ત્યાગ કરે. આ સિવાય સાતગૌરવ અર્થાત્ આરામપણાનો પણ ત્યાગ કરી દે. સુખ માટે કઈ પણ પ્રકારને ઉપાય ન કરે, તે ઉપશાંત હોય અર્થાત્ કષાયેના અગ્નિને જીતી લેય, શીતલીભૂત હોય અનુકૂળ અથવા પ્રતિકૂળ શબ્દ વિગેરે વિષયમાં રાગ અથવા શ્વેષ ન કરે. અર્થાત્ જીતેન્દ્રિય થઈને તેનાથી નિવૃત્ત થઈ જાય તે અનીહ થાય અથત્ ઈહ (માયા)થી રહિત થાય દરેઠ પ્રકારના માયા પ્રપંચથી દૂર રહે. આ બધા ગુણોથી યુક્ત થઈને સાધુએ સંયમનું અનુષ્ઠાન કરવું.
મરણના સમયે અથવા અન્તિમ સમયે પંડિત પુરૂષ પાંચ મહાવતેમાં વિશેષ પ્રકારથી ઉક્ત બને, જે કે સઘળા વ્રત મહાન છે, તે પણ પ્રાણુતિપાત વિરતિ બધામાં સર્વોત્તમ છે કેમકે-તે સઘળા જેને અનુકૂળ છે. તે કારણથી શાસ્ત્રમાં તેના ગુરૂપણનું અથવા મોટા પણાનું પ્રતિપાદન કરે છે.
“ મધે તિથિ વા’ ઈત્યાદિ
ઉર્વ દિશામાં, અધે દિશામાં અથવા તિછદિશામાં જે પ્રાણીઓ છે, તે પ્રાણિયાના પ્રિય પ્રાણેને અતિપાત (નાશ)ન કરે જોઈએ. તેમ કરવાથી શાંતી સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તીર્થંકર વિગેરેએ કહેલ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે-સાધુએ સ્વ૯૫ પણ માન અને માયાચાર ન કરવા જોઈએ. માન અને માયાનું ફળ સારું હોતું નથી. આ પ્રમાણે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૩૧૩