________________
સૂત્રાર્થ–જે અન્નને માટે, પાણીને માટે અથવા આ લેક સંબંધી વસ્ત્રાદિને માટે દાતાની સેવકની જેમ સેવા કરે છે અથવા ખુશામત કરે છે, તે સાધુ પાર્શ્વસ્થ (શિથિલાચારી) અને કુશીલ બની જાય છે. તે ભૂસાના જે નિસ્સાર-સંયમથી રહિત થઈ જાય છે. પારો
ટીકાઈ—જે સાધુ અત્ત, પાણી, વસ્ત્ર આદિને માટે દાતાની સેવા કરે છે, અથવા દાતાને ખુશ કરવાને માટે મીઠી મીઠી વાતો કરે છે, દાતાને પ્રિય લાગે એવાં વચને બોલે છે-દાતાની પ્રશંસા કરે છે, અથવા દાતાની ખુશામત કરે છે, એવો સદાચાર હીન સાધુ પાર્શ્વસ્થ અથવા કુશીલ હોય છે. તે પરાળ (ભૂસા)ને સમાન નિસાર હોય છે, એટલે કે જેમ ભૂસામાં સત્ય હેતું નથી, એ જ પ્રમાણે એ માણસમાં પણ ચારિત્ર રૂપ સાર (સવ) નીકળી જવાથી તેનું જીવન પણ નિસાર બની ગયું હોય છે.
આ પ્રકારને કુશીલ સાધુ, સાધુ કહેવાને પાત્ર પણ હેત નથી. તે સાધુમાં સાધુનાં લક્ષણેને અભાવ હોવાને કારણે તે વેષધારી સાધુ જ ગણાય છે. રાજાનો વેષ ધારણ કરનાર નટને જેમ વેષધારી રાજા કહેવાય છે, તેમ એવા પુરુષને વેષધારી સાધુ કહેવાય છે. જેવી રીતે સારભૂત ધાન્યને અલગ પાડવાથી બાકી રહેલુ પરાળ નિસાર થઈ જાય છે, એ જ પ્રમાણે સયમાનુ. ઠાન રૂપ સારથી રહિત સાધુને આત્મા પણ નિસ્ટાર બની જાય છે. આ પ્રકારે નિસ્સાર બનેલ સાધુ કેવળ વેષધારી સાધુ જ ગણાય છે. એવો નિસ્સાર સાધુ આ લેકમાં પિતાના જ ગચ્છના અનેક શિષ્ટ સાધુઓને તિરસ્કાર પામે છે, એટલું જ નહીં પણ પરલેકમાં અનેક પ્રકારના યાતનાસ્થાને પ્રાપ્ત કરે છે-દુર્ગતિમાં ઉત્પન્ન થઈને અનેક યાતનાઓ સહન કરે છે. ગાથા ૨૬
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૯