________________
આહુતિ આપીને અગ્નિ ક્ષેત્ર કર્મ કરવાથી મોક્ષ મળે છે. પરંતુ જે એવું કરવાથી મોક્ષ મળતું હોય, તે અગ્નિનો સ્પર્શ કરનારા અંગાર દાહક કુંભાર, લુહાર આદિ કુકર્મીઓને પણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ જવી જોઈએ.
તાત્પર્ય એ છે કે અગ્નિને સ્પર્શ કરવા માત્રથી જ જે મોક્ષ મળી જતે હોય, તો અગ્નિ સળગાવનારા કુભારો, આદિને પણ અનાયાસે જ મેક્ષ પ્રાપ્ત થઈ જ જોઈએ.
શંકા-કુંભાર, લુહાર આદિ સંસ્કૃત અગ્નિમાં આહુતિ આપતા નથી, તેથી તેમને મુક્તિ મળતી નથી અમારા શાસ્ત્રની એવી મર્યાદા છે કે સંસ્કૃત અગ્નિમાં જ હેમ કરા જોઈએ.
સમાધાન–જેવી રીતે યજ્ઞકર્તા અગ્નિમાં હેમવા ગ્ય ઘી આદિ દ્રવ્યોને પ્રક્ષેપ કરીને તેમને ભસ્મ કરી નાખે છે, એજ પ્રમાણે કુંભાર આદિ પણ કરે છે. તેથી યજ્ઞકર્તા અને કુંભાર આદિમાં કઈ વિશેષતા નથી, જેવી રીતે વૈદિક ધર્મને માનનારા લેકે અગ્નિકર્મ કરે છે. એ જ પ્રમાણે તેઓ (કુંભાર આદિ) પણ કરે છે તેથી બન્નેમાં સમાનતા છે.
“સરિતાશા વાદ” એટલે કે “દેવેનું મુખ અગ્નિ છે,” આ કથન અનુસાર અગ્નિમાં ઘી આદિની આહુતિ આપવાથી, દેવેની તુષ્ટિ થાય છે (દેવે તૃપ્ત થવાથી રીઝે છે), આ કથન પણ યુક્તિયુક્ત લાગતું નથી. જે દેવોન મખ અગ્નિ હોય, તે જેવી રીતે અગ્નિમાં નાખવામાં આવેલ ઘી આદિનું દેવે ભક્ષણ કરે છે, એજ પ્રમાણે અગ્નિમાં હેમવામાં આવેલ અશુચિ (અશુદ્ધ) પદાર્થોનું પણ તેઓ ભક્ષણ કરતા હશે ! એવું કરવાથી તેઓ કોપાય. માન પણ થતા હશે ! વળી દેવો તે અસંખ્યાત છે. તે અસંખ્યાત દેવો એક જ મુખ વડે ભેજન કરતા હોય, એવું સંભવી શકે નહીં. એવું કયાંય જોવામાં આવ્યું નથી. એક જ મોઢા વડે અનેક દેવ કેવી રીતે પદાર્થોને ખાતા હશે ? તેથી એવું માનવું પડશે કે “અગ્નિમાં ઘી આદિની આહુતિ આપવાથી મોક્ષ મળે છે, એવી યાજ્ઞિકની (મીમાંસકોની) માન્યતા ખરી નથી પણ મિથ્યામલાપ રૂપ જ છે. ગાથા ૧૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૭