________________
છે. તે પિતાનાં જ કર્મોનાં ફળ રૂપે વિપરીત દશાને અનુભવ કરી રહ્યો છે એટલે કે સુખની ઈચ્છા કરવા છતાં પણ દુખનો જ અનુભવ કરી રહ્યો છે. ૧૧
ટીકાર્ય–જીનું ઉપમર્દન (હિંસા) કરનારના આયુની અનિયમિતતાનો વિચાર કરીને, સુધર્મા સ્વામી સંસારી જીવને ઉદ્દેશીને આ પ્રમાણે કહે છે-“હે ભવ્ય છે ! સમજે, બૂઝ, બોધ પ્રાપ્ત કરો. કુશીલ અને પાખંડી લેકે પિતાનું કે થરનું ત્રાણ (રક્ષણ) કરી શકતા નથી, તેથી ઘર્મના સાચા સ્વરૂપને સમજે. કહ્યું પણ છે કે-“માધુવેર ના ઈત્યાદિ
મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમકુળ, રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુ, બુદ્ધિ, ધર્મશ્રવણુ, ધર્મગ્રહણ, શ્રદ્ધા અને સંયમની પ્રાપ્તિ થવી તે આ લોકમાં અતિ દુર્લભ છે.” ૧
આ પ્રકારની સઘળી અનુકૂળતાએ મળવા છતાં જે માણસ ધર્મનું આચરણ કરતું નથી, તેને ફરી મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી અત્યન્ત દુર્લભ છે. આ કારણે મનુષ્યત્વને દુર્લભ સમજે. તથા નારક, તિર્યંચ આદિ ભમાં જન્મ, જરા, મરણ, રેગ, શેક આદિના દુઃખને દેખીને પણ અવિવેકી માણુ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાતને વિચાર કરે. તથા એ વિચાર પણ કરે જોઈએ કે આ લોક જવરગ્રસ્ત જીવના જેવો જ દુઃખી અને સંતપ્ત છે. આ બધી બાબતોને વિચાર કરીને સમ્યફ બોધને પ્રાપ્ત કરો.
જેવી રીતે ભૂખે માણસ અન્નના અભાવને લીધે પીડાને અનુભવ કરે છે, જેમ તૃષાથી વ્યાકુળ થયેલો પુરુષ પાણીને માટે તરફડિયાં મારે છે, જેમ વીંછીએ ડંખ માર્યો હોય એવો પુરુષ ડખની પીડાથી પ્રતિક્ષણ તરફડતે રહે છે, એ જ પ્રમાણે આ લેક (આ લેકના જીવે) જવરગ્રસ્ત વ્યક્તિની જેમ નિરન્તર દુઃખોથી પીડાતા જ રહે છે. આ પ્રકારે દુખેથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૬૬