________________
આર એટલે કે આ લોકને અને પાર એટલે કે પરલોકને, અથવા આર એટલે મનુષ્યલેકને અને “પર” એટલે નરકાદિ લોકને દુઃખનું કારણ જાણીને, તેમના સ્વરૂપને અને તેમની પ્રાપ્તિના કારણેને પૂરે પૂરે ખ્યાલ આવી જવાથી, તેમાં પુનરાગમન ન કરવું પડે એવી પ્રવૃત્તિ કરીને આઠ પ્રકારનાં કર્મોને ક્ષય કને–તેઓ નિર્વાણ પામ્યા છે.
મહાવીર પ્રભુએ પ્રાણાતિપાત આદિ પાપને પિતે ત્યાગ કર્યો હતે અને અન્ય જીવોને પણ તેને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યું હતું. એ નિયમ છે કે ઉપદેશક જે વસ્તુના ત્યાગને ઉપદેશ આપતે હેય તેને, ત્યાગ પહેલાં તે તેણે જ કરવો જોઈએ. તેમજ તેના ઉપદેશની અન્ય લોકે પર સારી અસર પડે છે.
જ્યાં સુધી કેઈ ઉપદેશક પિતે જ ઈન્દ્રિયેનો નિગ્રહ કરે નહીં, ત્યાં સુધી અન્યને ઈન્દ્રિયનિગ્રહ આદિ કરવાનું કહેવામાં સફળ થઈ શકે નહીં. આ વાતને હૃદયમાં અવધારણ કરીને મહાવીર પ્રભુએ પિતે જ પહેલાં તે ઈદ્રિયોનો નિગ્રહ કર્યો અને ત્યાર બાદ લોકોને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાને ઉપદેશ દીધે. કહ્યું પણ છે કે-“કૂવાળોઈત્યાદિ
કઈ ન્યાયયુક્ત વચન કહેવા છતાં પણ જે કહેનાર પિતે જ પિતાના કથન વિરૂદ્ધનું આચરણ કરે છે, તે કહેનાર (ઉપદેશક) અન્ય લોકોને ઇન્દ્રિયનિગ્રહમાં પ્રવૃત્ત કરાવવાને શક્તિમાન થતું નથી. આ પ્રકારનો નિશ્ચય કરીને તથા સમસ્ત જગતના સ્વરૂપને જાણું લઈને મહાવીર સ્વામી પોતે જ ઈન્દ્રિચન નિગહમાં–તપમાં પ્રવૃત્ત થયા” વળી એવું કહ્યું છે કે “તિરો ના ઈત્યાદિ–
ચાર જ્ઞાનેથી સંપન્ન તથા દેવોને પણ પૂજ્ય એવા તીર્થકર મોક્ષ પ્રાપ્ત કરવાને માટે પિતાના બલવીર્યને ઉપયોગ કરીને પિતાની સંપૂર્ણ શક્તિ સાથે પ્રયત્નશીલ થયા હતા?
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૪૮