________________
ખ્યાત છે. મેખલા આદિને કારણે તે ઘણે દુર્ગમ છે. તે ગિરિરાજ વિવિધ પ્રકારની વનસ્પતિ અને મણિઓથી વિભૂષિત છે. જે ૧૨ .
ટીકાર્થ–તે સુમેરુ પર્વત શબ્દોથી મહાન પ્રકાશવાળો છે, એટલે કે અનેક નામથી પ્રખ્યાત છે જેમ કે-પર્વતરાજ, મન્દર, મેરુ, સુદર્શન, સુરગિરિ, સરપર્વત, આદિ અનેક નામથી પ્રખ્યાત છે. તેનાં નીચે પ્રમાણે ૧૬ નામ છે(૧) મેરુ-તેને અધિપતિ મેરુ નામને દેવ હોવાથી તેનું નામ મેરુ છે. (૨) મન્દર-મર નામને દેવ તેને અધિપતિ હોવાથી તેનું નામ મન્દર છે.
પ્રશ્ન-આ પ્રકારે તે મેરુના બે સ્વામી હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે. ઉત્તર-મેરુ અને મન્દર એક જ દેવના બે નામ સંભવી શકે છે, તેથી
બે સ્વામી હોવાની શંકા અસ્થાને છે. (૩) મને રમ-પિતાને અનુપમ સૌંદર્યને કારણે દેવોનાં ચિત્તનું આકર્ષણ
કરનારા હોવાને કારણે તેનું નામ મારમ છે. સુદર્શન-જાબૂનદમય હોવાથી તથા અનેક રત્નથી સંપન્ન હોવાથી તેનાં
દર્શન મનને આનંદદાયક થઈ પડે છે, તેથી સુદર્શન નામ પડયું છે. (૫) સ્વયં પ્રભ-તેમાં રત્નની વિપુલતા હોવાને કારણે, તે સૂર્ય આદિની
જેમ પ્રકાશયુક્ત હેવાથી તેનું નામ સ્વયંપ્રભ છે. ગિરિરાજ-બધા પર્વતમાં વધારેમાં વધારે ઊંચે લેવાથી તથા તીર્થ
કરીના જન્માભિષેકનું સ્થાન હોવાથી પર્વતના રાજા જે છે. (૭) રત્નશ્ચય-રન્નેને પુંજ છે. (૮) શિશ્ચય-શિલાઓને સમૂહ છે. (૯) લેકને મધ્ય હોવાથી તે મધ્ય એ પ્રમાણે કહેવાય છે. (૧૦) નાભિ-લેકની નાભિ સમાન છે, (૧૧) આકસિમક-અકસ્માત દૃષ્ટિ પડતાં જ અતિશય હજનક છે. (૧૨) સૂર્યાવર્ત–સૂર્ય તેની પ્રદક્ષિણ કરે છે તેથી આ નામ પડયું છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૨૭