________________
જે પ્રાણીઓ ત્રાસને અનુભવ કરે છે તેમને ત્રસ કહે છે. તેજસ્કાય, વાયુકાય અને હીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિ પર્વતના છને ત્રસ કહે છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના ભેદથી ત્રણ પ્રકારના સ્થાવર જીવો કહ્યા છે, આ જ ઉચ્છવાસ આદિ પ્રાણેથી યુક્ત છે. આ સમસ્ત જીને કેવળજ્ઞાનના પ્રભાવથી ભગવાને નિત્ય અને અનિત્ય રૂપે જાણીને તેમને વિષે પ્રરૂપણ કરી. દ્રવ્યની અપેક્ષાએ તેમણે સમસ્ત જીને નિત્ય જાણ્યા અને પર્યાયની અપેક્ષાએ તેમને અનિત્ય જાણ્યા. કેવળજ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા સમસ્ત દ્રવ્ય અને પયયાત્મક પદ્યર્થોને જાણીને, ભગવાને પદાર્થોના વાસ્તવિક રવરૂપને પ્રકાશિત કર્યું, તે કારણે તેમને પ્રદીપ (દીપક) ના સમાન કહેવામાં આવ્યા છે. જેવી રીતે દીપક પિતાના પ્રકાશ વડે પદાર્થ પુંજને પ્રકાશિત કરીને તેમનું સ્વરૂપ બતાવે છે, એજ પ્રમાણે ભગવાને પણ સમસ્ત પદાર્થોની પ્રરૂપણું કરીને તેમના સ્વરૂપને પ્રકાશિત કર્યું છે. અથવા “હીર” આ પદને અર્થ દ્વિીપસમાન પણ થાય છે. સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીઓને માટે ભગવાન દ્વીપના સમાન આધાર રૂપ હતા. આ પ્રકારના ગુણેથી વિભૂષિત મહાવીર પ્રભુએ અસાર સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર શ્રત ચારિત્ર રૂપ ધમની સમભાવ પૂર્વક પ્રરૂપણા કરી-એટલે કે રાગદ્વેષથી રહિત થઈને તેમણે તેનું પ્રતિપાદન કર્યું. આગમમાં કહ્યું છે કે હા પુomણ તેઓ ઋદ્ધિ-સંપત્તિથી સંપન્ન ચકવર્તી આદિ મહાપુરુષને જે પ્રમાણે ઉપદેશ દે છે, એ જ પ્રમાણે ત૭ લોકોને-દરિદ્રોને પણ ઉપદેશ દે છે. તેઓ સંપન્ન અને વિપત્તન (સમૃદ્ધ અને દરિદ્ર) પ્રત્યે સમભાવ ધારણ કરીને, સૌને સમાનરૂપે ધર્મદેશના કરતા હતા
ભગવાને સત્કાર, સમાન અને પૂજાને માટે ધર્મપ્રરૂપણા કરી નથી. પરંતુ લોકેનું કલ્યાણ કરવાની ભાવનાથી કરી છે.
આ સૂત્રને ભાવાર્થ એ છે કે કેવળજ્ઞાની તીર્થકર ભગવાને (મહાવીર) લેકના સમસ્ત ત્રસ અને સ્થાવર ને નિત્ય અનિત્ય રૂપે જાણીને, જીવે પર અનુગ્રહ કરવાને માટે શ્રુતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું છે. જે ૪
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૬