________________
બાદ તે દૂર કર્મ કરનારા જ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. જેમણે પૂર્વજન્મમાં જેવાં કર્મ કર્યા હોય, તેમણે તેને અનુરૂપ ફળ ભેગવવું જ પડે છે. શારદા
ટીકાથ-આ મનુષ્યભવમાં જે માણસ બીજાને ઠગે છે, તે ખરી રીતે તે પિતાના આત્માની જ વંચના કરે છે, એટલે કે પિતાની જાતને છેતરત હોય છે. પિતાને છેડા સુખની પ્રાપ્તિ થાય તે માટે જેઓ બીજા છો ઘાત કરે છે, તેઓ હિંસાજનિત સુખ દ્વારા પિતાના આત્માને જ છેતરે છે. કારણ કે ક્ષણિક સુખને માટે તેમના દ્વારા જે પ્રાણાતિપાત આદિ પાપકર્મો સેવાય છે, તેને પરિણામે તેમને નરકગતિનાં દુઃખે દીર્ઘકાળ સુધી સહન કરવા પડે છે. એવા છે માછીમાર, પારધી, શિકારી આદિ અધમ ભમાં સેકડે અથવા હજારે વાર જન્મ લઈને હિંસા આદિ દૂર કમેનું સેવન કરીને દુઃખ પ્રચુર દારુણું નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાં ઘણા લાંબા કાળ સુધી નિવાસ કરે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તેમને શા કારણે તે નરકમાં દીર્ઘકાળ સુધી રહેવું પડે છે.
પૂર્વજન્મમાં જેણે જેવા અધ્યવસાયથી-અધમ અથવા અતિ અધમભાવથી–જીવહિંસા આદિ કર્મ કર્યા હોય છે, તેમને તે કર્મોને ભાર એજ રૂપે વહન કરવો પડે છે એટલે કે તે કર્મો જ તેમની વેદનાને અનુવાદ કરાવવામાં કારણભૂત બને છે. તે વેદનાઓમાંની કોઈ સ્વતા (પિતાના નિમિ તને લીધે), કેઈ પરના નિમિત્તને લીધે અને કોઈ બન્નેના (સ્વ અને પરમા) નિમિત્તને લીધે ભેગવવી પડે છે. જેમકે જેમણે પૂર્વજન્મમાં માંસનું ભક્ષણ કર્યું હોય છે, તેને પિતાનું જ અગ્નિમાં પકાવેલું માંસ ખવરાવવામાં આવે છે. જેઓ માંસના રસનું પાન કરતા હતા તેમને તેમનું પોતાનું રિ, પર તથા ઉકળતા સીસા અને તાંબાને રસ પિવરાવવામાં આવે છે. માછીમાર અને વ્યાધના ભવમાં જીવે એ જે પ્રકારે જીવોનું છેદન-ભેદન કર્યું હોય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭૮