________________
સૂત્રાર્થ–કોઈ પણ સમયે સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા સાધુને જોઈને તેના જ્ઞાતિજનો અને મિત્રોને તેને ચારિત્રના વિષયમાં શંકા થવાથી દુખ થાય છે. તેઓ એવું ધારી લે છે કે દીક્ષા અંગીકાર કરવા છતાં પણ આ સાધુ કામગોમાં આસક્ત છે ગુદ્ધ છે. ત્યારે તેઓ તેને કહે છે કે
“તમે આ સ્ત્રીના ધણી છે, તે તેનું રક્ષણ અને પિષણ કરે.” ૧૪
ટીકાર્ય–કયારેક સાધુને કોઈ સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા જોઈને તે સ્ત્રીને જ્ઞાતિજને અને સુહુદો (ભાઈબંધુઓ)ને દુઃખ થાય છે. તેઓ તેમના પ્રત્યે શંકાશીલ બને છે. તેઓ એવી કલ્પના કરે છે કે સાધુ હોવા છતાં આ પુરુષ કામગોમાં આસક્ત છે. સામાન્ય લોકોની જેમ આ સાધુનું મન પણ સ્ત્રીઓમાં આસક્ત છે. તેણે સંયમાનુષ્ઠાનનો ત્યાગ કર્યો છે તે સંયમથી ભ્રષ્ટ થઈ ચુક્યો છે. તે એટલે બધા નિજ બની ગયો છે કે આ નિર્લજજ સ્ત્રી સાથે બેસતાં પણ શરમાતું નથી. જો કે તેનું શરીર મલીન છે, દુર્ગન્ય યુક્ત છે. અને તેણે ઘરને ત્યાગ કર્યો છે, છતાં પણ તેની કામવાસના નષ્ટ થઈ નથી. કહ્યું પણ છે કે- “મુos શિર ઇત્યાદિ--
જો કે તેને માથે મુંડો છે, તેના શરીરમાંથી અપ્રિય ગંધ નીકળી રહી છે, ભીખ માગીને પેટ ભરે છે, શરીર મેલને લીધે મલીન છે અને ભાથી બિલકુલ રહિત છે, છતાં પણ તેના મનમાંથી કામની અભિલાષા નષ્ટ થઈ નથી. એ કેવું આશ્ચર્યજનક છે!” તેઓ ક્રોધાયમાન થઈને તે સાધુને આવા કઠોર વચને કહે છે –
આ સ્ત્રીની સાથે કામગ સેવનારા હે સાધુ! જે આ સ્ત્રી ઘરનું કામ કાજ છેડીને તારી સાથે બેસીને પ્રેમગોષ્ઠી કર્યા કરશે, તે તેનું રક્ષણ અને પિષણ કેણ કરશે? તમે જ તેના સ્વામી છે, તે તમે જ તેનું રક્ષણ અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૦