________________
કઈ પણ રાગ-દ્વેષ વગર આહાર ગ્રહણ કરીને તીર્થકર ભગવાનની આજ્ઞાના પાલક બની મુનિધર્મને સાચા આરાધક બને છે.
પૂર્વાપાત્ર થતમાન –રાત્રીના પૂર્વ અને અપર ભાગનું નામ પૂર્વાપરરાત્ર છે, રાત્રીના ચાર પ્રહર છે, એક પ્રહરને રાત્રીને ચોથો ભાગ કહે છે. પૂર્વ રાત્રના બે પ્રહરમાંથી પ્રથમ પ્રહરમાં, પશ્ચિમ રાતના બે પ્રહરમાંથી અંતિમ પ્રહરમાં (અર્થાત–રાત્રીના ચાર પ્રહરમાંથી પહેલા ચોથા પ્રહરમાં) જાગૃત રહીને પ્રતિકમણ, સ્વાધ્યાય તેમજ ધ્યાનાદિક કરવું. બાકીના બીજા અને ત્રીજા પ્રહરમાં યથાવિધિ નિદ્રા લેવી. “ચતમાનઃ પદથી દિવસે પણ યથાવિધિ સ્વધ્યાયાદિક કરવું તેવું સ્પષ્ટ સૂચિત થાય છે. જ્યારે રાત્રીમાં પણ પ્રતિકમણાદિકની વિધિ આપેલ છે, તે દિવસમાં પણ યથાવસર સ્વાધ્યાય કરવું, એ વાત સાવ
સ્પષ્ટ છે. શક્તિના સદ્દભાવમાં વિકલ્પી મુનિ રાત્રીના મધ્યવર્તી બે પ્રહરમાં પણ જાગ્રત રહે છે, જનકલ્પી સાધુ એક પ્રહર જ નિદ્રા લે છે, બાકી દિનરાતના પ્રહરમાં જાગતા રહે છે. આ પ્રમાણે નિષ્ક્રમણ–પ્રવેશાદિકમાં મુનિ દિવસે પણ જાણી જોઈને સમિતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. દિવસે પણ જ્યારે તે યત્નાપૂર્વક પિતાની પ્રત્યેક કિયાઓ કરે છે તો રાત્રીમાં પણ કે જેમાં ચક્ષુરિદ્રિયને વિષય કોઈ પણ પદાર્થ સ્પષ્ટ રૂપથી થતો નથી તેને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં યત્ના રાખવી જોઈએ. એટલે રાત્રીમાં વિહાર આદિ ન કરવા એ વાત આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
સા ફી સંદ્ય કૃત્વા મઝામોડલ:”_સર્વકાલ અઢાર હજાર શોલેના ભેદને, અથવા ચારિત્રના અને પાંચ મહાવ્રતના સાધનભૂત ગુણિત્રય, સકલ ઈન્દ્રિયનું દમન અને કષાયેના નિગ્રહરૂપ શીલને સારી રીતે જ્ઞાતા બની તેનું જીદગી પર્યન્ત પાલન કરવું. ગુરૂની પાસેથી શીલના પાલનના અને નહિ પાળવાના પરિણામને જાણીને વૈષયિક ઈચ્છાઓથી રહિત બની માયા, તૃષ્ણા અને કોધથી રહિત થવું.
ભાવાર્થ –અઢાર હજાર શીલના ભેદ જે આગમમાં પ્રગટ કરાયા છે તે માટે મુનિનું કર્તવ્ય છે કે તેનું સારી રીતે પાલન કરે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એવા તેર પ્રકારના ચારિત્રની આરાધના કરે. પાંચ મહાવ્રતોના
શ્રી આચારાંગ સૂત્ર : ૩