________________
જે પૂર્વોત્થાયી તે છે પરંતુ ચારિત્ર ગ્રહણ કરવા પછી પોતે ગ્રહણ કરેલ ચારિત્રથી આગળ વધી શકતા નથી અને અન્તરાયના ઉદયના કારણે નિપતનશીલ છે–તે “pdfથાથી સ્થાન્નિપાતી ” એમ દ્વિતીય ભંગ છે, જેમ કે આચારથી પતિત શિલક રાજષિ થયા, લિંગથી પતિત નન્દિષેણ થયા, દર્શનથી પતિત જમાલી થયા, આચાર અને લિંગ, આ બનેથી પતિત પશ્ચાદ્ભૂત છે, જેમ–કન્ડરીક આદિ. કઈ કઈ આચાર, લિ અને દર્શન આ ત્રણેથી પણ પતિત થયેલ છે.
જે પૂર્વોત્થાયી તે નથી પરંતુ પશ્ચાન્નિપાતી છે. આ તૃતીય ભંગ છે. પરંતુ આ ભંગની સંભાવના જ નથી, કારણ કે જે પૂર્વોત્થાયી હોય છે એમાં જ નિપાતને વિચાર લાગુ થાય છે. જ્યારે ત્યાં ઉત્થાનને જ પ્રતિષેધ છે ત્યાં પછી નિપાત અને અનિપાતની વિચારણા જ કઈ રીતે થઈ શકે ? અર્થાતુચારિત્ર જેણે ગ્રહણ કરેલ છે તેના વિષયમાં જ એ આગળ વધી રહેલ છે કે અટકી પડેલ છે એ વિચાર કરવાનું રહે છે, પરંતુ જ્યાં મૂળમાં જ જેની પાસે એ ચીજ નથી ત્યાં ઉત્થાન અને પતનને વિચાર જ કઈ રીતે થઈ શકે. આ જ કારણે સૂત્રકારે સૂત્રમાં આ તૃતીય ભંગને સ્વીકાર કરેલ નથી.
જે ગૃહસ્થની રીતે રહેવાવાળા છે તે ન તે પૂર્વોત્થાયી છે કે ન તે પશ્ચાત્રિપાતી છે. પૂર્વોત્થાયી આ માટે નથી કે એમને ચારિત્રને સદ્દભાવ નથી. આ જ કારણે પશ્ચા–નિપાતી પણ નથી. ચારિત્રસદ્દભાવવાળામાં જ પશ્ચા–નિપાતિત્વ સંભવિત હોય છે. આના અભાવવાળામાં નહીં. એવા દંડી શાક્ષાદિક છે. જે ચતુર્થીના અન્તર્ગત હેય છે. કારણ કે એ સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિશીલ રહેતા હોય છે એટલે એમને આચાર સાવવિશિષ્ટ હેવાથી એનામાં વિરતિરૂપતા નથી. વિરતિરૂપતાના અભાવથી એ પૂર્વોત્થાયી નથી. જ્યારે એ પૂર્વોત્થાયી જ નથી તે પશ્ચાન્નિપાતી પણ નથી, આથી એ ગૃહસ્થ જ છે, કારણ કે ગૃહસ્થજન કર્મોના આસવના દ્વારથી અસંવૃત હોય છે. અર્થા
શ્રી આચારાંગ સૂત્ર : ૩