________________
૩ળવચH ” આ સૂત્રની પ્રરૂપણ કરતાં સૂત્રકાર કહે છે કે જ્યારે એ અનારં. ભજવી પિતાની જાતને એટલી હદે તૈયાર કરી લે છે કે જેનાથી તે અન્ય સમસ્ત પ્રાણીઓના સુખ અને દુઃખને સારી રીતે જાણકાર બની જાય છે, અને કોઈ પણ પ્રાણીની એ હિંસા કરતો નથી, તેમજ મનમાં એ વિચાર સરખો આવવા દેતો નથી કે જેથી કોઈ પ્રાણીઓને કષ્ટ પહોંચે. તે પિતાની દૈનિક ચર્યાને તથા પ્રવૃત્તિને એટલી સુરક્ષિત રાખે છે કે જેથી કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પણ દુઃખને અનુભવ એના તરફથી થવા ન પામે. જુઠું નથી બોલતો, પારકા ધનની ચારી નથી કરતો, કુશીલસેવનથી એ સદા સર્વદા દૂર રહે છે, પરિગ્રહનો તે સર્વથા પરિત્યાગ કરી દે છે. આ પ્રકારે એની સંપૂર્ણ તૈયારી થઈ જાય છે ત્યારે તે વાસ્તવિક મુનિપદને શોભાવનાર બને છે. સૂત્રસ્થ “મવાળ” પદ છે એ બીજાં અદત્તાદાનાદિક વ્રતોને ઉપલક્ષક છે. તાત્પર્ય એ કે-હિંસા, જુઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહનું સર્વથા પરિવર્જન કરવાથી જ મનુષ્ય મુનિપદને શેભાવનાર બને છે. આહિંસાદિના ત્યાગથી વાસ્તવિક રૂપમાં પાંચ મહાવ્રતને એ સાચે આરાધક બને છે.
મુનિજનનાં અન્ય કાર્યોને પ્રગટ કરવા માટે સૂત્રકાર “ પુટ્ટો રે વિપy ” આ સૂત્રદ્વારા સમજાવતાં કહે છે કે-પાંચ મહા વ્રતોથી નિર્વાહ કરવામાં તત્પર એવા મુનિ પરીષહ અને ઉપસર્ગોમાં ભાગ લેનાર અને શીતોષ્ણદિરૂપ, સ્પર્શ તથા અન્ય શબ્દ, રૂપ, ગંધ અને રસાદિક વિષય કે જેને અહિં “સ્પર્શ ” આ ઉપલક્ષણરૂપ પદથી સ્વીકાર કરાય છે તે સંબંધ વિશેષ રીતિથી, અથવા વિવિધ ઉપાયોથી પિતાના આત્માથી દૂર કરે. “વિકળો.
” આ ક્રિયામાં “ક” શબ્દ એ વાતનું સમર્થન કરે છે કે આ વિષયદિક સ્પશેનો સંબંધ વિચ્છેદ કરવા માટે મુનિએ આ વાતને વિચાર કરે જોઈએ કે “મારું આ જીવન અત્યંત અલ્પ છે. કાલના ભરોસે મારે ન રહેવું જોઈએ. જે કાંઈ કરવું છે તે આજે જ અને અત્યારે જ કરવું જોઈએ. કાલ થશે કે કેમ એને ભરોસે શું ?” આ પ્રકારે ક્ષણ જીવન અને તેના નાશની મનમાં સમા. લેચના કરી આ સ્પર્શાદિક વિષયેના સંબંધથી, આત્મા સ્વયં સચેત બનીને અલિપ્ત બની જાય છે. પછી એને અપ્રાપ્તિમાં આકુલતા થતી નથી તેમ આત્મગ્લાની પણ જાગતી નથી. આ સૂત્રનો ભાવાર્થ આ છે-કે મનેશ શબ્દાદિક વિષયની પ્રાપ્તિમાં રાગ અને અમને-અરૂચિકરની પ્રાપ્તિમાં દ્વેષને દૂર કરવો, એ મુનિનું કર્તવ્ય છે કે તે મધ્યસ્થભાવથી વર્તન કરે ત્યારે જ તે સાચે ત્યાગી એટલે મુનિ બને છે. એ સૂત્ર ૧ |
| દ્વિતીય સૂત્ર ઔર છાયા
આ પ્રકારે મુનિઓના ગુણોનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે- “ર” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૭૫