________________
હિંસાદિક આરંભથી નિવૃત્ત છે તે જ મુનિ છે–પૂર્ણ સંયમ આચરણમાં તલ્લીન છે. પૂર્ણ સંયમ આચરણમાં તત્પરતા જ વીતરાગપદિષ્ટ ધર્મ આરાધનામાં પૂર્ણ તત્પરતા છે, કારણકે એના વગર વીતરાગે પદિષ્ટ ધર્મની પૂર્ણ આરાધકતા જીમાં આવતી નથી. જ્યાં સુધી પૂર્ણ ધર્મઆરાધકતા નથી પ્રાપ્ત થતી ત્યાં સુધી કર્મોને વિનાશ કરવાને માર્ગ પણ જેને પ્રાપ્ત થતું નથી. માટે કર્મોને નાશ કરવાને માટે સાચા મુનિ બનવાની આવશ્યકતા છે. આ બધા વિચારને હૃદયમાં રાખીને સૂત્રકાર “ત્રોપરતઃ તે ઘોષથન” આ સૂત્રને અર્થ કરે છે. તેમાં તે બતાવે છે કે જે હિંસાદિક આરંભ કાર્યોથી નિવૃત્ત થઈ ચુકેલ છે અર્થાત્ સાવદ્ય વ્યાપારથી જેણે પોતે પોતાની જાતને હઠાવી લીધેલ છે અને વીતરાગપ્રભુદ્વારા પ્રતિપા દિત ધર્મમાં જે પિતાને તત્પર કરે છે તે જીવ પછવનિકાયના ઉપમર્દનથી આસવિત કર્મોને વિનાશ કરીને મુનિ બને છે. આ આશયથી તે જીવનિ કાયના હિંસાદિક પાપકર્મોથી વિરક્ત થાય છે, કે મને આ સંધિ મળેલ છે, એટલે મને આ મહાદુર્લભ નરપર્યાય મળેલ છે. તેમાં પણ આર્યક્ષેત્ર ઉત્તમ કુળમાં મારી ઉત્પત્તિ થઈ છે, સકલ ઈન્દ્રિયની પૂર્ણ રચના શ્રદ્ધા સંવેગાદિક સદ્દગુણોની ઉપલબ્ધિ મને થયેલ છે, હવે તે કર્મક્ષય કરવાનો અવસર છે, અને મારા આત્માનું એ જ નિજ સ્વરૂપ છે કે “હું સદા શુભ અધ્યવસાયને સંધાન કરતે રહું. ' આ પ્રકારે જે પિતાની તરફ નિહાળે છે, પિતાના નિજ સ્વરૂપને વિચાર કરે છે તે એક ક્ષણ પણ પાંચ પ્રકારના પ્રમાદેનું સેવન કરતું નથી.
આવા પ્રકારને મુનિ કેણ હોય છે? આ પ્રકારની શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે – જે રૂમ” ઈત્યાદિ. તત્વજ્ઞ મુનિ છે તે સદા એવા પ્રકારને વિચાર કરે કે-જે આ ઔદ્યારિક શરીર મને પ્રાપ્ત થયેલ છે તેને આ ક્ષણ-ક્ષેત્ર કાલ સંયમ કર્મક્ષપણુએણરૂપ અવસર છે. આ પ્રકારે જે અન્વેષીક્ષણગષણમાં પરાયણ થાય છે તે સદા પ્રમાદરહિત બને છે.
ભાવાર્થ-શિષ્યની પૂર્વોત શંકાનું આ સ્થળે સૂત્રકારે સમાધાન કરેલ છે. તે કહે છે કે-જે તત્વજ્ઞ મુનિ હોય છે તે સદા એ વિચાર કરે છે કે મને એ કઈ પણ સમય પ્રાપ્ત થયો નથી જેને હું પ્રમાદસેવનમાં વ્યતીત કરી શકું, કદાચ કેઈ સમય અવશિષ્ટ હોત તો હું તેને પ્રમાદ સેવનમાં વ્યતીત કરી દેત, પરંતુ આ પ્રાપ્ત થયેલ ઔદારિક શરીરની એક એક ક્ષણ પણ ક્ષેત્રકાલ સંયમ કર્મક્ષપણ શ્રેણીરૂપ છે, આ પ્રકારે જે એક એક ક્ષણની પણ સદા સાવધાની રાખે છે તે કદાપિ પ્રમાદવશ બની શકતા નથી. આ પૂર્વોક્ત કથન અથવા આગળ કહેવામાં આવનાર વિષય મેં મારી પિતાની કલ્પનાથી કહેલ નથી પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-સ્વરૂપ માર્ગ તીર્થકર અને ગણધર આદિ મહાપુરૂષો એ દેવસહિત મનુષ્યની પરિષદામાં કહેલ છે. એમના જ વચનોને સૂત્રકાર કહે છે કે-“ટ્રિપ નો ઘમ ” જે ઘર વગેરે છોડીને અવસર
શ્રી આચારાંગ સૂત્ર ૩