________________
આથી “આ સંસાર અનંત દુઃખનું કારણ છે કે નહિ? ” આ પ્રકારના સંશયથી અનર્થભૂત સંસારની નિવૃત્તિ થાય છે. સંશયનું અપરિજ્ઞાન સંશયના વિષયભૂત પદાર્થોના અપરિજ્ઞાનથી થાય છે. આ રીતે યદિ સંસાર અપરિજ્ઞાત છે તો તે અનર્થભૂત સંસારથી નિવૃત્તિ મળી શકતી નથી. એ આ સૂત્રનો સંક્ષેપમાં અર્થ છે.
ભાવાર્થ –શકાકારે “વિશિષ્ટ જ્ઞાનના સભાવથી મોહને અભાવ અને મેહના અભાવથી વિશિષ્ટ જ્ઞાનને સભાવ થશે” આ પ્રકારે “અન્યોન્યાઝ દોષ પ્રગટ કરી કમ્પશાન્તિને માટે પુરૂષની પ્રવૃત્તિ જ્યાં સુધી વિશિષ્ટ જ્ઞાનને ઉદય ન થાય ત્યાં સુધી નથી થઈ શકતી, એવું કહ્યું છે, એને પ્રત્યુત્તર જ આ સૂત્રમાં આપવામાં આવેલ છે. તેઓ કહે છે કે–અર્થસંશયથી પણ પ્રવૃત્તિ થાય છે. મેક્ષમાં કોઈને કશે પણ સંશય નથી, કેમ કે સમસ્ત કર્મોના અત્યંત– અભાવ–સ્વરૂપવાળા મેક્ષ પ્રત્યેક આસ્તિક-સિદ્ધાંતકારે સ્વીકાર કરેલ છે. સંશય, મેક્ષના કારણોમાં થઈ શકે છે, કેમ કે કઈ જ્ઞાનથી, કોઈ અજ્ઞાનના નાશથી અને કેઈ પરસ્પરનિરપેક્ષ જ્ઞાન અને ચારિત્રથી મુક્તિની પ્રાપ્તિ બતાવે છે, માટે કારણોમાં વિવાદ થવાથી આ સ્વાભાવિક સંશય થાય છે કે પહેલી માન્યતા ઠીક છે કે આ માન્યતા ઠીક છે. આવા પ્રકારને સંશય જ્યારે થાય છે ત્યારે તેના નિર્ણય માટે પુરૂષની આકાંક્ષા તેની તરફ વળે છે. જેવી રીતે ચણ આદિ બીજેમાં અંકસ્પાદન કરવા વિષે મનુષ્ય—ખેડૂતને સંદેહ ઉત્પન્ન થાય છે કે આ ચણા આદિ અંકુત્પાદન કરી શકશે કે નહિ? ત્યારે તે ઉદ્દભવેલા તે સંશયના કારણે તેની પરીક્ષા કરવાના કામે લાગી જાય છે અને તેને જળ-પૂર્ણ કઈ વાસણમાં રાખે છે. આ પ્રકારે સંશયથી પ્રવૃત્તિશીલ બની તે પિતાની ધારણાને નિર્ણય કરી લે છે. એવી જ રીતે મોક્ષના કારણોની માન્યતાઓમાં જયારે સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે મેક્ષાથી જીવ તેનાથી પ્રેરિત થઈ સગુરૂ આદિ વિશિષ્ટ જ્ઞાનિઓના ઉપદેશ આદિના શ્રવણ કરવાની પ્રવૃત્તિ કરે છે અને એ દ્વારા સત્ય અને અસત્યને નિર્ણય કરે છે.
પદાર્થમાં જયાં સુધી સંદેહ નથી થતું ત્યાં સુધી તેને નિર્ણય કરવાની પ્રવૃત્તિ નથી થતી; માટે વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પણ પ્રવૃત્તિ થાય છે, એ વાત નિશ્ચિત છે. “સંસાર અને તેનું કારણ અનંત દુખદાયી છે કે નહિ” આવા પ્રકારે જયારે મેક્ષાથી જીવને તેમાં સંદેહ થાય છે તે તે એ સંદેહથી તેને નિર્ણય કરી ત્યાંથી નિવૃત્ત થાય છે. આ કારણે વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં સંશયથી પણ જયારે પદાર્થને નિર્ણય કરવા તરફ જીવની પ્રવૃત્તિ થાય છે ત્યારે “અન્યોચાકી દોષ આવતું નથી. કારણ કે મેહના કારણભૂત સંસારાદિક પદાર્થોમાં
એ સુખદાયી છે કે નહિ” એવા પ્રકારના નિર્ણય માટે તેનામાં પ્રવૃત્તિશીલ પુરૂષને સંદેહ દૂર થતાં જ વિરાગ-પરિણતિ થઈ જશે, આ પરિણતિનું નામ જ મેહને અભાવ છે, માટે સૂત્રકારનું આ કથન કે “સંશયને નહિ જાણનારા માટે સંસાર અપરિજ્ઞાત છે અને તેને જાણવાવાળા માટે તે પરિજ્ઞાત છે ઠીક જ છે. જે સૂ. ૩
શ્રી આચારાંગ સૂત્ર ૩
૬૪