________________
નવમ અધ્યયનકા પૂર્વોક્ત અધ્યયનકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, ઉપધાનશ્રુત શબ્દકી વયાખ્યા, અધ્યયનકે ચારો ઉદેશમેં આયે હુએ
| વિષયોંકા દિગ્દર્શન .
નવમા અધ્યયનને પહેલો ઉદ્દેશ પહેલાં કહેવાયેલા આઠ અધ્યયને માં જે વિષય સમજાવવામાં આવેલ છે તે વીર–વર્ધમાન પ્રભુએ પોતે જે કહેલાં છે. સાધુજને એ પણ એવું જ આચરણ કરવું જોઈએ. આ વાતને સમજાવવા માટે ઉપધાનશ્રત નામના અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. ઉપધાન અને શ્રુતના પ્રતિબંધક હેવાથી આ અધ્યયન પણ એ નામથી કહેવાયેલ છે. જે પિતાની હાજરીમાં કરવામાં આવે છે તેનું નામ ઉપધાન છે. એ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનાં છે. સુવાની પથારી વગેરેમાં અવલમ્બનરૂપ એસીકા વગેરે દ્રવ્ય-ઉપધાન છે. તેને અહીંયાં અધિકાર નથી. સત્તર પ્રકારના સંયમ અને બાહ્ય તથા આત્યંતર તપ, એ ભાવ-ઉપધાન છે. એ ભાવરૂપ ઉપધાન ચારિત્રરૂપ ભાવમાં સ્થિરતા લાવનાર હોય છે. સંયમ અને તપથી જીવની સાથે અનાદિકાળથી લાગેલ કર્મરૂપી ધુળને નાશ થાય છે. આ કારણે સકલ કર્મના ક્ષયના કારણે એ સંયમ અને તપના અવલમ્બનરૂપ હોવાથી એમાં (ભાવ-ઉપધાનમાં) ઉપધાનપણાને વ્યપદેશ થાય છે. શ્રત પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. અનુપયુક્ત આત્માને જે શ્રત છે તે, અથવા દ્રવ્યને માટે જે શ્રત છે તે, અથવા મિથ્યાષ્ટિયોને જે શ્રત છે તે દ્રવ્ય-શ્રત છે. દ્વાદશાંગથતવિષયક ઉપગ છે તે ભાવ-શ્રત છે. ઉપધાન અને શ્રત, એનું પ્રતિપાદક અધ્યયન પણ “ઉપધાનશ્રાધ્યયન” આ નામથી પ્રસિદ્ધ થયેલ છે.
આ ઉપધાનશ્રાધ્યયનમાં ચાર ઉદ્દેશ છે, એમાં પ્રથમ ઉદ્દેશમાં શ્રી વધમાન પ્રભુના વિહારને, બીજા ઉદ્દેશમાં એમની શય્યા અને આસન આદિને, ત્રીજા ઉદ્દેશમાં અનુકૂળ પ્રતિકૂળ પરિષહોની સહનશીલતાને, અને ચોથા ઉદ્દેશમાં સુધા પીડાથી થયેલ આંતકના સદ્ભાવમાં વિશિષ્ટ અભિગ્રહથી પ્રાપ્ત આહારથી એસુધાજન્ય પીડાના પ્રતિકારનું વર્ણન છે. ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન તે એ ચારે ઉદેશમાં છે જ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૨