________________
હોય છે ત્યાં એ રહે છે. અકાયથી ભીંજાએલી માટીનું નામ કમૃત્તિકા છે. કરેળીયા વગેરેનાં જાળાં મર્કટસનતાન છે. આવી જીવ-જાત જ્યાં ન હોય એવા સ્થાન ઉપર તે ઘાસને સંથારો કરે, અને તેના ઉપર પૂર્વાભિમુખથી બેસી જાય. દેરા સાથેની મુહપત્તીથી ભિત મુખવાળા તે સાધુ સિદ્ધોને નમસ્કાર કરી પંચપરમેષ્ટિવાચક નમસ્કાર મંત્રનો જાપ કરી અરહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞસ ધર્મનું શરણ લે. અઢાર પ્રકારના પાપસ્થાનેને પરિત્યાગ કરી સમસ્ત જીની ક્ષમાયાચના કરી પિતાના તરફથી પણ એમને ક્ષમા આપે. આ અવસરમાં પણ ત્વવર્તનાદિ કિયા કરતાં કરતાં તે પ્રતિ–સંહનન-અળ-યુક્ત ગ્લાન સાધુ નિયમિત દેશમાં હાલવા ચાલવારૂપ મર્યાદાયુકત ઇંગિતમરણ કે જેણે યાજજીવ ચતુવિધ આહારને પરિત્યાગ હેય છે–ધારણ કરે. કહ્યું પણ છે –
"पच्चक्खइ आहारं, चउव्विहं नियमओ गुरुसमीवे ।। इंगियदेसंमि तहा, चिट्ठ पि हु नियमओ कुणइ ॥ १॥ उव्वत्तइ परियत्तइ, काइगमाई वि अप्पणा कुणइ ।
सव्वमिह अप्पण च्चिय, ण अन्नजोगेण धितिबलिओ" ॥२॥ इति ।
ભાવાર્થ—આ ઈંગિત મરણમાં ગુરૂની સામે ચતુર્વિધ આહારને પરિત્યાગ નિયમથી થઈ જાય છે, એવા મરણમાં નિયમિત પ્રદેશમાં ગમનાગમનરૂપ ચેષ્ટા સાધુ કરે છે, અનિયમિત પ્રદેશમાં નહિ. એમાં દરેક રીતે શારીરિક સેવા સંભાળ સાધુ પિતે જ કરે છે-બીજાથી કરાવતા નથી.
ઇગિત મરણ કરવાવાળા સાધુ કેવા હોય છે એ વાતને સૂત્રકાર નિચેના પદોથી કહે છે-તે સત્યવાદી હોય છે, કારણ કે જેવા રૂપથી એણે નિયમ લીધેલ હોય છે, એ રૂપથી તે એને નિભાવે છે. તે ગોગ-રાગદ્વેષરહિત હોય છે, તી–જેનાથી પાર થવું મહામુશ્કેલ છે તેવા સંસારરૂપી સમુદ્રને તરી જનારા હોય છે, હજુ સુધી એ સંસાર સમુદ્રથી પાર થઈ શક્યા નથી-આગળ ઉપર પાર થશે, છતાં પણ અહિં “સી”
એવો ભૂતકાળને પ્રયોગ કરેલ છે તે ફકત ઉપચારરૂપ જ સમજવો જોઈએ. તે છિન્નકથંકથ હોય છે-રાગદ્વેષાદિક કથારૂપ વિકથાઓથી દૂર રહેનારા હોય છે. અથવા
–આ ઇગિત મરણ નિયમને હું કઈ રીતે પાળી શકીશ” આ પ્રકારની આશંકાવાળા હોય છે જે અવૃતિવાળા (ધીરજ વગરના) થઈ દુરનુષ્ક્રય આચા રનાં આચરણ કરવામાં પ્રવૃત્ત થાય છે તે કથંકથી બને છે, “હું હવે આ આચારનું પાલન કેમ કરી શકીશ” એવી કથા ર્યા કરે છે પરંતુ તે એવા નથી, કેમ કે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬૭