________________
પહેલાં કઈ સાધર્મ સાધુએ વૈયાવૃત્ય કરવા માટે પિતાની સંમતિ આપી પણ તે આ સમય કોઈ બીજા સાધુની વૈયાવૃત્ય કરવામાં લાગી ગયા, આને માટે સૂત્રકાર “જ” ઈત્યાદિ સૂત્રાંશ કહે છે-
હું રોગાદિકથી રહિત છું. વૈયાવૃત્ય કરવા માટે મને કોઈએ કહેલ નથી આ માટે પૂર્વમાં કહેવાએલ ગ્લાન સાધુની કે જે આ સમય તપસ્યાથી અથવા વાત શુળ આદિ રોગથી પીડિત છે, પિતાના ઉપકારને માટે કર્મોની નિર્જરાની ચાહનાને ઉદ્દેશ લઈને વૈયાવૃત્ય કરી આપું” આ પ્રકારની ભાવનાવાળ મુનિ કે જે અભિગ્રહરૂપી પર્વતના શિખરના પ્રદેશ સુધી પહોંચેલ છે અભિગ્રડ સ્વીકારીને પ્રાણને છોડી દે, પણ અભિગ્રહ ન છોડે.
સૂત્રકાર અભિગ્રહના સ્વરૂપને પ્રગટ કરવા માટે ચાર ભંગોનું પ્રદર્શન કરે છે-“અહંદુઈત્યાદિ.
કઈ મુનિ આ પ્રકારનો અભિગ્રહ લે છે કે હું કોઈ ગ્લાન મુનિ માટે અથવા સાધર્મિક ભિક્ષુ માટે આહાર પાણી આદિ લાવી આપીશ અને તેની સેવા ચાકરી પણ કરીશ, તથા બીજા સાધમી મુનિ મારફત લાવેલ આહારદિકનું હું ગ્રહણ કરીશ. આ પ્રથમ ભંગ છે. (૧)
બીજા કોઈ એ અભિગ્રહ કરે છે કે હું સાધમી સાધુ માટે આહારદિક લાવી આપીશ પણ બીજા કેઈની મારફત લાવેલા આહારાદિકનું હું સેવન નહીં કરું. આ બીજો ભંગ છે. (૨)
કોઈ એ અભિગ્રહ કરે છે કે હું બીજાઓ માટે આહારદિક નહીં લાવું પણ બીજા કેઈ લાવશે તે હું તેનું સેવન કરીશ. આ ત્રીજો ભંગ છે. (૩)
કોઈ કોઈ એવો અભિગ્રહ કરે છે કે હું બીજાઓને માટે આહારાદિક નહિ લાવી આપું અને બીજાઓથી લાવેલા આહારાદિકને પણ હું ઉપગ નહિ કરું. આ ચોથે ભંગ છે. (૪)
આવી રીતે અનેક પ્રકારના અભિગ્રહો સ્વીકાર કરીને ગ્લાન મુનિ પણ પિતાના જીવનને છોડી દે પણ અભિગ્રહને ભંગ ન કરે. આ અર્થને ઉપસંહાર કરીને સૂત્રકાર કહે છે-“'ઈત્યાદિ. તે તના જાણનાર અનગારે અભિગ્રહને સ્વીકાર કરે અને તેનું સેવનપ્રરિજ્ઞાથી પૂર્ણ રૂપથી સેવન-નિર્વાહ કરે, આ રૂપથી ધર્મ જાણીને ભકતપ્રત્યાખ્યાન નામનું મરણ સ્વીકારે. “ન્તિ, વિરતા, કુમાદિતહેઃ '' આ સઘળાં અનગારનાં વિશેષણ છે એને અર્થ આ પ્રકારે છે–તે અનગાર કષાયોને ઉપશમ થવાથી શાન્ત, સર્વ પ્રકારના સમારંભેથી ઉપરત હોવાથીવિરત અને અન્તઃકરણની વૃત્તિઓને સારી રીતે નિગૃહીત કરવાથી સુસમાહતલેશ્યાવાળા કહેવાય છે. “સ” પ્રાકૃતની સંસ્કૃત
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫૯