________________
શિષ્ય ! તમે સઘળા સારી રીતે સમજો. “તિ શ્રીનિ” આ પદોને અર્થ પહેલાના ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ છે. (સૂ) ૫)
આઠમા અધ્યયનનો બીજો ઉદ્દેશ સમાપ્ત ૮-૨
તૃતીય ઉદેશકા દ્વિતીય ઉદેશકે સાથ સમ્બન્ધથના પ્રથમ
અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા
સૂત્રકા
આઠમાં અધ્યયનને ત્રીજો ઉદ્દેશ બીજો ઉદ્દેશ કહેવાઈ ગયેલ છે, હવે ત્રીજે ઉદ્દેશ કહેવામાં આવે છે. આ ઉદેશને પૂર્વ ઉદેશ સાથે એ સંબંધ છે–સાધુને અકલ્પનીય અશનાદિ ગ્રહણ કરવાનો એમાં નિષેધ કરવામાં આવેલ છે. આ ઉદેશમાં એ બતાવવામાં આવશે કે પોતાને ઘેર આહારાદિ ગ્રહણ કરવા નિમિત્તે આવેલા મુનિને કેઈ ભદ્ર ગૃહસ્થ ઠંડીના કારણે થરથરતા જોઈ પૂછે કે “કામની ચેષ્ટાથી આ શરીર કંપી રહ્યું છે કે શું??” ત્યારે સાધુનું એ કર્તવ્ય છે કે તેણે પેલા ગૃહસ્થની ખોટી શંકાનું નિવારણ કરવું અને કહેવું કે- “ઠંડીના કારણે મારું શરીર કંપી રહ્યું છે બીજું કઈ કારણ નથી” આમાં સર્વ પ્રથમ મધ્યમ અવસ્થામાં ઠંડીથી કંપતા શરીરના પ્રસંગથી એ અવસ્થામાં સંયમના આચરણની યેગ્યતાને સૂત્રકાર પ્રદર્શિત કરે છે –“ નષિાને ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૨