________________
દઈજ દઈશ. અથવા જે કઈ આ પ્રકારને રાજપુરૂષ હોય તે એ કહે કે જે તેઓ નહીં લે તે બળજબરીથી એણે સ્વીકારવું પડશે. ઓછામાં ઓછા તેઓ એટલે તે વિચાર કરશે કે “ આ એક રાજાને કર્મચારી છે. અથવા સ્વયં રાજપુરૂષ છે, એમણે લાવેલી આ સામગ્રી હું કઈ રીતે ન લઉં–ન લેવાથી દિલમાં ખેદ થશે–આથી મારા તરફ એની વિરકિત બનશે અને એથી એ મને દુઃખકારક બનશે.”
જે પુરૂષ-ગૃહસ્થ પૂર્ણ રીતે મુનિના આચારથી પરિચિત નથી અને એ કારણથી એ પૂછવું ઉચિત ન માની પૂછતું નથી અને મનમાં નિશ્ચય કરે છે કે ચાહે ગમે તેમ થાય તે પણ હું અન્ન, વસ્ત્ર આદિ સામગ્રી મુનિને અવશ્ય આપવાને છું, અને તેઓ અવશ્ય એને સ્વીકાર કરશે જ. આ નિર્ધાર કરી એ અન્ન, વસ્ત્ર ઈત્યાદિ સામગ્રી તૈયાર કરાવી એને લઈ એ મુનિ પાસે પહોંચે છે, પરંતુ મુનિરાજ શિકાદિ દોથી દૂષિત એ સામગ્રી જ્યારે લેતા નથી ત્યારે એના દિલમાં એ ખ્યાલ જામી જાય છે કે આ સાધુએ મારે તિરસ્કાર કર્યો છે. આથી ઠેષ ભાવનાવાળા થઈ એ રાજપુરૂષ ગૃહસ્થ એ સુનિના ઉપર અનેક પ્રકારને ઉપદ્રવ કરવા લાગે છે, આ વાતને સૂત્રકાર–“બાર સંથા ઘા કુતિ” આ વાક્યથી પ્રગટ કરે છે. તે ગૃહસ્થ અપરિમિત દ્રવ્યના વ્યયથી અશનાદિક સામગ્રી મુનિના નિમિત્તે તૈયાર કરાવી જ્યારે એ મુનિની પાસે લઈને જાય છે અને મુનિએ સામગ્રી જ્યારે સ્વીકારતા નથી ત્યારે તે અસ્વીકાર કરનાર મુનિને અનેક પ્રકારથી દુઃખ આપવા લાગે છે. કયારેક ક્યારેક એ રાજપુરૂષ ગૃહસ્થ જાતે જ તે મુનિને મારવા પ્રેરાય છે અને બીજાઓને પણ ઉશ્કેરે છે અને કહે છે કે તમે બધા લેકે આ મુનિને લાકડીથી, હાથથી, પગના પ્રહારથી ખુબ પીટો, કુહાડી આદિથી એના હાથ પગ વગેરે અવયને છેદી નાખે, અગ્નિમાં એને બાળી નાખો, એના શરીરના માંસના લોચા કાઢી લે, એનાં વસ્ત્ર અને અન્ય સામગ્રી આંચકી લે અને જલદી એના જીવનને અંત લાવી દે, જે જે પ્રકારની યાતનાઓ પહોંચાડી શકાય તેટલી પહોંચાડો, એને રીબાવી રીબાવીને મારી નાખે. આ પ્રકારે અનેક પરિષહ અને ઉપસર્ગોથી વ્યાપ્ત થતા પણ ધીરપરીષહ અને ઉપસર્ગોને સહન કરવામાં શકિતશાલી મુનિ હનનાદિ દુઃખેને સમભાવે સહન કરે પણ શિકાદિક દોષોથી દૂષિત અન્ન વસ્ત્રાદિકને ગ્રહણ ન કરે, તેમ ચિત્તમાં કોઈ પ્રકારની ગ્લાનિ પણ ન લાવે.
અથવા–તે મુનિ “એ પુરૂષ કેણ છે? સમ્યગ્દષ્ટિ છે? કે મિથ્યાદષ્ટિ ? અભિગ્રહીતનિયમવાળા છે? અથવા એથી રહિત છે ? ” ઈત્યાદિ વિચારવાને વિષય જેનું નામ ઈદેશ છે એનાથી ભિન્નનું નામ અનીદશ છે. “આ અનીદશ છે? એવું વિચારીએ સંભાષણને યંગ્ય છે એવું જાણી લઈ એને મુનિના આચારને ઉપદેશ આપે. સ્વસિદ્ધાંતની સ્થાપના અને પરસિદ્ધાંતના નિરાકરણથી એ વ્યકિતને સંતોષ આપે. અમારે માટે આ દેશિક અશન વસનાદિક અસ્વી
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૩૯