________________
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા |
ધર્મનો વારંવાર વિચાર કરી બેલવાવાળા ભિક્ષુ બીજું શું કરે ? આને માટે સૂત્રકાર કહે છે “કવીરૂ મિરરઈત્યાદિ.
ધર્મોપદેશ કરતે હુએ મુનિ, ન અપને આત્માની વિરાધના કરે, ન દૂસરે મનુષ્યોંકી વિરાધના કરે ઔર ન અન્ય પ્રાણ, ભૂત, જીવ ઔર સત્ત્વોંકી
- વિરાધના કરે
ધર્મનો ઉપદેશ કરનાર ભિક્ષુએ સંયમ પાળવા ઉપરાંત બધા પ્રાણીઓના હિત અને અહિતની પર્યાલોચના કરી પોતાના આત્માની સર્વથા વિરાધના ન કરે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી વિરૂદ્ધ પ્રવર્તન કરવાથી આત્માનું જે સંસારમાં પરિભ્રમણ થાય છે-એ પરિભ્રમણ જ આત્માની અશાતના-વિરાધના છે. આ લૌકિકી અને લેકોત્તરના ભેદથી બે પ્રકારે છે. લૌકિકી અને લેકેત્તર આ બને પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બબ્બે ભેદવાળી છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને વિષય કરવાવાળી આશાતના દ્રવ્યથી લૌકિકી છે. અવિનયીને જેથી વિદ્યાદિકનો લાભ નથી મળતે તે ભાવથી લોકિકી આશાતના છે. શરીર અને અને ઉપધિને વિષય કરવાવાળી દ્રવ્યથી લત્તર તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અવિનય આદિ ગુણો વિષય કરવાવાળી ભાવથી લોકેત્તર આશાતના છે. ઉપદેશ સાંભળવા માટે ઉત્સુક બનેલાનું નામ સુશ્રષ, સર્વવિરતિરૂપ ચારિ. ત્રના પાલક ઉસ્થિત અને ગૃહસ્થજન અનુસ્થિત છે. આમાંથી કોઈ પણ હો, મુનિનું કર્તવ્ય છે કે તે કોઈની વિરાધના ન કરે. આ જ રીતે સામાન્ય પ્રાણીએની, ભૂતની, જીવોની અને સર્વેની તે વિરાધના કરવાના અધિકારી નથી. એ ઉપદેશ ન આપે કે જેથી ષજીવનિકાયના સ્વરૂપનો અપલાપ (સંતાડવાપણું) થાય અને સાવદ્ય વ્યાપારોમાં જીની પ્રવૃત્તિ વધે. કેમકે આ પ્રકારના ઉપદેશથી જીવોની પ્રવૃત્તિ અન્ય જીવોની વિરાધના તરફ ઉત્સાહિત બને છે. કહેવાની મતલબ એ છે કે મુનિએ એવે ઉપદેશ ન દેવે જોઈએ કે જેથી કોઈ પણ જીવની વિરાધના થાય.
ધર્મને ઉપદેશ કરનાર સંયમી આ વાતને સદા પૂર્ણ રીતે ધ્યાનમાં રાખે કે મારા ઉપદેશથી બને ત્યાં સુધી જીવનું કલ્યાણ થાય. કુમાર્ગમાં જવાવાળા પ્રાણી પણ આને લાભ મેળવે અને સન્માર્ગે ચાલવા લાગે, શ્રોતાઓ ઉપર આવા ઉપદેશકને પ્રભાવ પડે છે જે સ્વયં જ્ઞાન દર્શન અને ચારિત્રથી વિરૂદ્ધ પ્રવૃત્તિ ન કરતા હોય. આ માટે ઉપદેશકને પ્રભુને એ આદેશ છે કે તે પિતાની વિરાધના ન કરે. જે સ્વયં ધર્મથી વિરૂદ્ધ ચાલનાર હોય છે તે બીજાને સુમાર્ગ ઉપર લાવી શકતા નથી. (સૂ૦ ૫)
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
૨૦૬