________________
બારહવેં સૂત્રકા અવતરણ, બારહવાં સૂત્ર ઔર છાયા !
તથા–“પાસ” ઈત્યાદિ.
કિતનેક અભાગે સાધુ, ઉગ્રવિહારિયોકે સાથ રહતે હુએ ભી શીતલવિહારી
હોતે હૈ, વિનયશીલ સાધુઓકે સાથ રહતે હુએ ભી અવિનયી હોતે હૈ, વિરતોકે સાથ રહતે હુએ ભી અવિરત હોતે હૈ, સંયમારાધકો સાથે રહતે હુએ ભી અસંયમી હોતે હૈં. અતઃ સંયમી સાધુઓંકી સંગતિ પ્રાપ્ત કર
સર્વદા સંયમારાધનમેં તત્પર રહના ચાહિયે
શિષ્યને સંબોધીને સૂત્રકાર કહે છે કે, હે શિષ્ય ! તમે કર્મોનો પ્રભાવ તે જુઓ. બીચારા હતભાગી કઈ સાધુજન ઉગ્રવિહાર કરવાવાળાઓની સાથે રહેવા છતાં પણ શીતલવિહારી બને છે. સંયમનું આરાધન કરવાવાળા હવાથી વિનીત સાધુઓની સાથે રહેવા છતાં પણ ઉદ્ધતસ્વભાવના તથા અહંકારી હોય છે. વિરતિવાળાઓની સાથે હંમેશા સ્થિતિ કરવા છતાં પણ અવિરતિસંપન્ન બને છે. સંયમની આરાધના કરવાવાળાઓની સાથે નિવાસ કરવા છતાં પણ સંયમની આરાધના કરવાથી વંચિત રહે છે. માટે હે શિષ્ય તમે ઉગ્રવિહારી, વિનયી, વિરતિસંપન્ન અને સંયમ આરાધક સાધુઓની સાથે નિવાસ કરીને સમ્યજ્ઞાનસંપન્ન, સાધુસમાચારીમાં વ્યવસ્થિત, વૈષયિક તૃષ્ણાથી નિમુકત અને પરિષહ અને ઉપસર્ગો સહન કરી કર્મશત્રુઓને વિનાશ કરવામાં દક્ષ બને. તીર્થંકર પ્રભુના ઉપદેશ અનુસાર સદા તપ અને સંયમની આરાધના કરવામાં વીયૅલ્લાસી બને. “રૂતિ ત્રવામિ” આ પદની વ્યાખ્યા પહેલાની માફક સમજવી.
છ અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત છે ૬-૪
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૦૨