________________
સાધુ તે બની જાય છે, છતાં પણ તે “સભ્ય મવન્તઃ” પુનઃ મોહના ઉદયથી ત્રણ ગૌરવમાંના એક ગૌરવના આવેશથી મુક્તિમાર્ગની પ્રવૃત્તિથી દૂર બની જાય છે. ભેગોની અભિલાષાથી તે રાતદિવસ બળતો રહે છે. જ્યારે તેને ઈચ્છિત વિષય નથી મળતું ત્યારે તે કષાયરૂપી અગ્નિથી સંતપ્ત બની સાતાદિક ગૌરવોમાં લેલુપી બની રહે છે. તેની વિષયિક સુખોમાં માનસિક વૃત્તિ ચલાયમાન થતી રહે છે. તીર્થંકર પ્રભુએ પ્રરૂપિત ઉપશમભાવથી રહિત બની જાય છે. સમજાવવાથી તે ઉલ્ટ સમજાવનાર તરફ જ કઠોર વચનો બેલી એની માનહાનિ કરે છે–નિંદાત્મક વચને બોલે છે. સૂત્રમાં “સત્તાવ) અહિં જે “' પદને પ્રયોગ છે, એનાથી એ વાત માલુમ પડે છે કે તીર્થકર ભગવાન સર્વ પ્રાણીને સુખકારક, આ દુરન્ત સંસારના દુઃખોના વિનાશક, શાશ્વતિક શિવપદની પ્રાપ્તિના હેતુ અને દયામય એવા ધર્મની પરમ કરૂણાથી જીવોના કલ્યાણ નિમિત્ત પ્રરૂપણ કરે છે. એમની આજ્ઞાનું પાલન કરવું તે દૂર રહ્યું, પણ એમને જ કઠણ વચનથી તિરસ્કાર કરે છે કે “ભગવાન તે પ્રમાદી હતા, પલેક્શાધારી હતા, ગૌશાળાનું રક્ષણ કરવાથી તેઓ ચૂકી ગયા હતા.” આ પ્રકારે તેનું કહેવું પ્રબળ મિથ્યાત્વના ઉદયને એક વિલાસ માત્ર છે. આ વાત નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશમાં સ્પષ્ટ કરવામાં આવશે.
તે વેષધારી સાધુનો વેષ એ માટે પહેરી રાખે છે કે એ વેષથી ખાવા પીવાનું તે વગર ચિતાએ મળતું રહે છે. નહિ તો કેણ ભાવ પૂછે. વિષયકષાયેના પિંડરૂપ તે જરા જરા વાતમાં લડવા-ઝગડવા તૈયાર થઈ જાય છે. સાધુમર્યાદા શું છે? એનું તેને ભાન નથી હોતું. મોજથી ખાવું અને ત્રણ ગીરવના વશ રહેવું આ જ તેનું લક્ષ હોય છે. (સૂ૦ ૩ )
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા
જાતે ભ્રષ્ટ બનેલ તે કુશીલ ફક્ત પિતાના આચાર્ય ગુરૂ આદિ પ્રત્યે જ કઠોર વચનને પ્રવેગ કરે છે એ વાત નથી, પરંતુ બીજા સાધુઓથી પણ એ આજ વ્યવહાર કરે છે. આ વાતને પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે “સીસ્ટમંતાઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩