________________
સમયમાં આ ક્ષણભંગુર શરીરથી જ્યારે વિયેગા થાય છે ત્યાર પછી એના માટે આ દુર્લભ મનુષ્ય જીવનની પ્રાપ્તિ હોવામાં સમયનું કઈ પ્રમાણ નિશ્ચિત નથી. છેડેલ એ પર્યાયની ફરીથી પ્રાપ્તિ થવા માટે વિરહકાળ અપરિમિત છે–ફરીથી મનુષ્યપર્યાય પ્રાપ્ત કરવા માટે ભવેની કઈ ગણના નથી–એની ફરી પ્રાપ્તિ માટે અપરિમિત અન્તર (વ્યવધાન) થઈ જાય છે. ગૃહીત ચાન્નિધર્મથી ભ્રષ્ટ બની મરનાર એ અધમ મનુષ્યની ઉત્પત્તિ નરકનિદાદિમાં થાય છે. અને એ ત્યાંની અપાર-અનન્ત દુઃખરાશિને અનુભવ કરતો રહે છે. અનન્તકાળ સુધી પણ એને માટે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. જ્યારે આ વાત છે તે પછી એ તે સિદ્ધ જ છે કે તેને માટે આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ, બેધિબીજને લાભ ઈત્યાદિ સમસ્ત સામગ્રીઓની પ્રાપ્તિની સંભવતા પણ કેમ થઈ શકે ? કઈ કાળે થઈ શકે નહિ. આને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ રીતથી તે ભેગાથી તથા આનાથી અતિરિકત એવા પણ જે ભોગાભિલાષી છે એ બધા અન્તરાયબહુલ હોવાથી દુઃખમય અને અસંપૂર્ણ આ શબ્દાદિ વિષયરૂપ કામથી અતૃપ્ત થતાં થતાં મનુષ્ય શરીરની પુનઃ પ્રાપ્તિના કાળને વ્યવધાન (અંતર) સહિત કરી દે છે. વઢિ શબ્દનો અર્થ અસંપૂર્ણ છે, અને તે આ પ્રકારે કે અખંડ સંપૂર્ણનું નામ કેવલ છે, જે કેવલ નથી એ અકેવલ છે. એમાં જે હોય તે આકેવલિક છે. કામને અસંપૂર્ણ એ માટે બતાવેલ છે કે તે ભેગેની ઈચ્છાની વૃદ્ધિ કરવામાં અસમર્થ છે. જેમ જેમ ભેગોને લાભ થાય છે તેમ તેમ જીવની ઈચ્છાએ એને અધિકાધિક રૂપથી ભોગવવા માટે વધતી જાય છે.
ભાવાર્થ જે મનુષ્ય જીવનિકાયરૂપ લેકને કલેશરૂપ સમજીને તેને પરિત્યાગ કરી દે છે તથા માતા પિતા અને પોતાના સંબંધીજનથી પણ વિમુખ બનીને ચારિત્રધર્મની આરાધના કરવામાં તલ્લીન થઈ જાય છે. ચારિત્રના પાલનથી સંબંધ રાખવાવાળી જેટલી પણ બ્રહ્મચર્ય આદિ પાળવા જેવી અન્ય ક્રિયાઓ છે એ બધાનું પણ તે સારી રીતે પાલન કરે છે. છતાં પણ મોહની પ્રબળતાથી એ ગ્રહણ કરેલા ચારિત્રથી ભ્રષ્ટ બની મિથ્યાત્વી બની જાય છે, અને મુનિચિન્હોને સર્વથા પરિત્યાગ કરી વિષયભોગોની ચાહનામાં ફસી તેનું સેવન કરે છે, અને પોતાના અતિદુર્લભ એવા મનુષ્ય જન્મને વ્યર્થ નષ્ટ કરી નરકનિગોદાદિ ગતિઓના અનંત કષ્ટોને ભોગવતે રહે છે. એવા જેને ફરીથી માનવ જન્મ કયારે કેમ પ્રાપ્ત થશે. (સૂ૦૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૭૫