________________
કર્મોદયજનિત રોગોંકી નિવૃત્તિમેં ચિકિત્સાયે સમર્થ નહીં હૈ. અતઃ રોગનિવૃત્યર્થપ્રાણિવધસે નિષ્પન્ન ચિકિત્સા, વિવેકિયોં કે લિયે હેય હૈ | ઇસ પ્રકારકી ચિકિત્સાવિધિ, જન્મમરણાદરૂપ મહાભયોંકી કારણ હૈ !
ઇસ લિયે કિસી ભી પ્રણીકા ઉપમર્દન નહીં કરના ચાહિયે
મુનિની સામે લક્ષ રાખી સૂત્રકાર કહે છે કે હે મુનિ ! નિર્મળ બુદ્ધિથી તમે આ વાતને અવશ્ય વિચાર કરો કે જે પણ રેગ થાય છે એ બધા જીવના અશુભકર્મોદયથી જ થાય છે, એને દૂર કરવાનું સામર્થ્ય કેઈનમાં નથી. જ્યાં સુધી અશુભને ઉદય રહે છે ત્યાં સુધી સારવાર છતાં પણ એને શાંતિ થતી નથી. એટલે કર્મોદયથી ઉત્પન્ન થયેલ આ દેહાશ્રિત રોગને દૂર કરવામાં કેઈ પણ ચિકિત્સાવિધિ સમર્થ બનતી નથી. જ્યારે આ વાત સિદ્ધાંતથી દેઢ સાબીત થયેલ છે તે પછી ચિકિત્સાનિમિત્ત બીજા પ્રાણીઓની હિંસા કરવામાં આવે તે તે કર્મબંધનું જ કારણ છે. આ રીતે કરવામાં આવતી પ્રાણિહિંસા સ્વપ્નમાં પણ શાંતિ લેવા દેતી નથી, અને તે મહાભયપ્રદ પણ બને છે. કારણ કે આ કર્મ કરનાર જીવ જન્મ અને મરણરૂપ મહાભયને ભેગવનાર બને છે. આત્મહિતેચ્છનું એ કર્તવ્ય છે કે તે કઈ પણ એકેન્દ્રિય જીવની પણ હિંસા ન કરે–એને પિતાના પ્રાણથી વિમુક્ત ન કરે, કેમ કે એક પણ પ્રાણીનું કરવામાં આવેલ ઉપમર્દન, કરનારને જ્ઞાનાવરણીય આદિ કર્મોને બંધ કરનાર બને છે. કર્મ બંધથી જીવ અનંત સંસારી બને છે. આ માટે આ હિંસાકમ મહાભયસ્વરૂપ છે.
ભાવાર્થ—અશુભના ઉદયથી જીવને વ્યાધિઓ લાગુ પડે છે. ચિકિત્સા વિધિ કે જેમાં અન્ય જેનું ઉપમર્દન કરવામાં આવે છતાં આવી ચિકિત્સા રેગને નાશ કરી શકતી નથી. અશુભદયની શાંતિથી વ્યાધિઓને વિનાશ આપમેળે થઈ જાય છે. રેગના શમન માટે દવાની ઉપગિતા સ્વીકારાઈ છે, જીવહિંસા નહીં. હિંસાવાળી ચિકિત્સાથી વ્યાધિઓને વિનાશ માનવે એ રેતીમાંથી તેલ કાઢવા જેવી વાત છે. આ વિધિથી જીવ નવીન કર્મોના બંધ બાંધે છે અને નિરોગી અવસ્થા પ્રાપ્ત કરવાને બદલે ભયંકર અસાધ્ય રેગોને ભેગવનાર બને છે. આ માટે જે આવા ભયંકર રોગોથી બચવા તપ અને સંયમના પંથે વળે છે અને કેઈ દેવી દેવતાને કોઈ જીવનું બલિદાન દેવામાં પાપ સમજે છે આ જીવ અસાધ્ય વ્યાધિથી બચે છે. (સૂ૦૧૨)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬૮