________________
જ નિમિત્ત અને અનિમિત્તનું કથન સમજવું જોઈએ. કર્મના ઉદય આભ્યંતર નિમિત્ત છે, તે નિમિત્ત તેા પ્રત્યેક રાગેામાં સાધારણ કારણુ છેજ. આવા અસમંજસ રાગોથી ગૃહસ્થાશ્રમમાં મગ્ન રહેલા જીવ-ગૃહસ્થોનું મરણ દેખી તથા દેવાના પણુ ઉપપાત–જન્મ અને ચ્યવન-મરણુ જાણી, મિથ્યાત્વ અવિરતિ આદિ કારણ કલાપથી ઉત્પન્ન અધદશાને પ્રાપ્ત અને અખાધાકાળને છેડીને ઉયાવલીમાં પ્રવિષ્ટ એવા કર્મના, શારીરિક અને માનસિક દુઃખરૂપ ફળ સારી રીતે વિચાર કરી, સકળ દુ:ખોના મૂળ કારણ આ કર્મોને નાશ કરવા માટે, તપ અને સંયમમાં પ્રયત્ન કરવા જોઈ એ. શિષ્યાને સોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્યજન ! આ કર્મોનાં ફળ જે પ્રકારથી થાય છે એ પ્રકાર ફરીથી વધુ તમાને કહું છું, તે તમે સાંભળે. (સ્૦ ૬ )
સક્ષમ સૂત્રકા અવતરણ, સક્ષમ સૂત્ર ઔર છાયા ।
સંસારી જન કર્મોના વિપાકને ભાગવે છે આ વાત સમજાવવા સૂત્રકાર કહે છે “ અંતિવાળા ” ઈત્યાદિ—
જો પ્રાણી તમમેં અર્થાત્ નરકાદિ અથવા મિથ્યાત્વાદિમેં પડે હુએ હૈં વે અન્ધે હૈં । એસે જીવ કુષ્ઠાદિસે આક્રાન્ત હો કર દુઃખ ભાગી હોતે હૈં ।
જે પ્રાણી દ્રવ્યઅ ંધકારરૂપ નરકાદિ ગતિયામાં, ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિમાં વર્તમાન છે તે દ્રવ્યરૂપથી દેખતા હોવા છતાં પણ હેય અને ઉપાદેયના વિવેકથી રહિત હોવાથી ભાવરૂપથી આંધળા જ છે, એવું તીર્થંકરાનુ કહેવું છે. એવા જીવ ગંડ, કુષ્ઠાદિ રોગોના ભાગ બની અને એકેન્દ્રિયાક્રિક જાતિની પ્રાપ્તિરૂપ પર્યાયને એકવાર અથવા વારંવાર ભોગવી તીવ્ર અને મદ દુઃખ ઈત્યાદિને ભાગવે છે. કહેવાઈ ગયેલ અથવા આગળ કહેવામાં આવનાર વિષયમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે શ્રી સુધર્માસ્વામી શ્રી જમ્મૂસ્વામીને કહે છે કે આ જે કાંઈ મેં કહ્યું છે અને આગળ પણ જે કાંઈ કહેવામાં આવશે એ મારી પેાતાની કલ્પના નથી; પરંતુ આ સર્વજ્ઞનાં વચન છે, એવું સમજી મારા વચના પર તમે વિશ્વાસ રાખેા. ( સૂ૦ ૭)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬ ૪