________________
અને અનન્ત દર્શનના ધારક કેવલી પરમાત્માના પદથી વિભૂષિત બની જાય છે. સૂત્રસ્થ “જ્ઞાનતિ પત્તિ” આ બે ક્રિયાપદ આ વાતની સૂચના કરે છે કે પરમાત્મા પ્રથમ પદાર્થોને સામાન્ય રૂપથી અવલોકન કરે છે પછી તે પદાર્થોને વિશેષ રૂપથી જાણે છે. આ માનેલી વાત છે કે સામાન્યજ્ઞાનપૂર્વક જ વિશેષજ્ઞાન થતું રહે છે. એમ નથી કે સામાન્ય જ્ઞાનના અભાવમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યાં સુધી પદાર્થોનું સામાન્ય જ્ઞાન થશે નહીં ત્યાં સુધી વિશેષ જ્ઞાન થઈ શકવાનું નથી. ઘટ જ્યાં સુધી સામાન્યરૂપથી અજ્ઞાત બની રહેશે ત્યાં સુધી નીલ આદિ ઘટ આ પ્રકારનું વિશેષ રૂપનું જ્ઞાન થઈ શકતું નથી. એવી કઈ પણ યુક્તિ નથી જે સામાન્યરૂપથી અજ્ઞાત પદાર્થના વિશેષરૂપથી પણ જ્ઞાન થઈ જવામાં સાધક બને. આ કથનથી પરમાત્માના દર્શનને ઉપગ અને જ્ઞાનને ઉપગ આ બન્ને કમિક છે આ વાત પ્રદર્શિત થાય છે. પરમાત્મા વિદિતપરમાર્થ થવાથી તથા કૃતકૃત્ય થવાથી નિસ્પૃહ-પ્રવૃત્તિશાળી રહે છે. એને કોઈ પણ વસ્તુની ચાહના થતી નથી. ચાહના–ઈચ્છા એ મેહને એક ભેદ છે. મેહને સર્વથા અભાવ થવાથી ઈચ્છાને પણ ત્યાં અભાવ થઈ જાય છે, આથી વીતરાગ હોવાથી તે ઈચ્છાથી સર્વથા દૂરજ રહ્યા કરે છે. એ વ્યાખ્યાતરત (મોક્ષગામી) બને છે, વ્યાખ્યાત શબ્દનો અર્થ મેક્ષ છે, કેમ કે એ પ્રધાન-પુરૂષાર્થ-રૂપથી કહેવાયેલ છે. એ મોક્ષ પુરૂષાર્થને પ્રતિપાદન કરવા અને તેની પ્રાપ્તિ નિમિત્તજ પ્રભુએ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એ રૂપથી આગમની પ્રરૂપણ કરેલ છે. અને આને નિમિત્ત તપ અને સંયમનું આચરણ કરવાને ઉપદેશ છે. આમાં એ રત રહે છે.
ભાવાર્થકર્મોના સર્વથા અભાવથી થવાવાળી પરમશુદ્ધ દશાનું નામ જ મુક્તિ છે, અને આ અવસ્થા બાધારહિત-સુખ-વિશિષ્ટ છે, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનને સદા આમાં પ્રકાશ રહે છે, પરમાત્મા આવી મુક્ત અવસ્થાથી યુક્ત બને છે. પરમાત્મદશા જ મુકતદશા છે, એનાથી ભિન્ન એ અવસ્થા નથી. આ પરમાત્મા જીવન્મુક્ત અવસ્થામાં સંસારમાં રહેવા છતાં પણ સમસ્ત સંસારી જીની ચતુર્વિધ આગતિ અને પાંચ પ્રકારની ગતિ અથવા એના ઉપાર્જન ગ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪૯