________________
આનંદોને અનુભવ ભલે ન હોય પરંતુ આ વેદના ઉદયમાં ખૂબ જ ભયંકર માનસિક કામપીડા થાય છે. આથી જીવ કર્મોને આસવ ર્યા કરે છે. તથા મિથ્યાત્વ આદિ કારણ તે ત્યાં સ્પષ્ટ છે જ.
બીજું આ અધલોકમાં ભવનપતિનું નિવાસસ્થાન છે ત્યાં વિષેનું સેવન ભવનપતિ આદિ કરે છે, આ અપેક્ષાથી અધોલોક પણ કર્માસવના કારણથી રહિત નથી. તિર્યચલોક-મધ્યલોકમાં પણ એવી જ અવસ્થા છે. ત્યાં પણ મનુષ્ય. ગતિ સંબંધી, તિર્યંચગતિ સંબંધી અને વ્યન્તરદેવ સંબંધી વિષયસુખનાં સેવન કર્મોના આશ્રવનું કારણ સ્પષ્ટ રૂપથી છે.
અને પ્રજ્ઞાપકની અપેક્ષાથી–ઉર્ધ્વસ્ત્રોત-ગિરિશિખર આદિ સ્થિત પ્રપાતજળ આદિ છે, અધઃ સંત-ખાડે, નદીતટ, કન્દરા આદિ છે, અને તિર્યક્રશ્ચંતઉદ્યાન, પરિષ, પ્રાસાદ આદિ છે. આ સઘળાં વૈષયિક સુખોનાં સ્થાન છે. જીવ આ સ્થાનમાં વૈષયિક સુખ સેવન કરે છે. જે પ્રકારે નદી આદિ જળાશયોમાં પાણીને આવવાનાં કારણભૂત ઝરણ થયા કરે છે આવી રીતે એ સઘળાં પણ કમને આવવાનાં દ્વાર છે.
આવા ત્રણ પ્રકારના કારોથી કે જેનાથી તે તે લેકેમાં રહેલા જીવને નવીન કર્મોને પ્રતિસમય આસવ થતું રહે છે-તે જીવની આસક્તિ થતી રહે છે અથવા આ ત્રણ પ્રકારના કર્મોના આસવના કારણદ્વારા આગત કર્મોથી આ જીવને સંબંધ થઈ રહ્યો છે. આ કારણે શિષ્યોને સમજાવતાં સૂત્રકાર કહે છે કે જ્યારે આ વાત સ્પષ્ટ છે તો હે શિષ્ય! તમે એ પ્રયત્ન કરો કે જેથી તમારો આવા સ્થાનમાં સંપર્ક ન થાય, આનાથી સંપર્ક કોડાવાનું એક માત્ર કારણ આગમમાં પ્રતિપાદિત સંયમનું આરાધન જ છે. આ માટે સંયમની આરાધના કરવા સારૂ તમે સદા સર્વ પ્રકારથી કટિબદ્ધ રહો.
ભાવાર્થ – “વારંવાર સંયમમાં પ્રવૃત્તિ કરાવવાને ઉપદેશ કેમ આપવામાં આવે છે?” આ પ્રકારના પ્રશ્નનું સમાધાન આ સૂત્રદ્વારા કરેલ છે. અને તે સંક્ષિપ્તમાં એ જ બતાવવામાં આવ્યું છે કે સંયમ જ કર્મોના આશ્રવને નિરે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪ ૭