________________
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા
વસ્તુતત્ત્વ અને પરમતને જાણ પછી શું કરવું જોઈએ ? એના સમાધાનમાં સૂત્રકાર કહે છે “નિર્ણ” ઈત્યાદિ!
મેઘાવી મુનિ, વીતરાગોપદેશ ઓર મિથ્યાટિયોકે મતકી તુલનાત્મક સમીક્ષા કરકે, વીતરાગોપદેયકો ઉપાદેય ઔર મિથ્યાદષ્ટિયોકે મતકો હેય સમઝે, કભી ભી બીતરાગોપદેશકા અતિક્રમણ ન કરે ! મોક્ષાભિલાષી વીર મુનિ સંયમકા સ્વરૂપકો જાન કર ઉસકા આચરણ કરતા હુઆ બિચરે I હે શિષ્ય! તુમ સર્વદા વીતરાગોપદેશ ઔર આચાયોપદેશકા વલમ્બન
| કરકે સંયમાચરણમેં પરાક્રમ કરો !
જે મુનિજન બુદ્ધિશાળી છે એટલે પિતાના ધર્મગુરૂઓની મર્યાદાના રક્ષક છે–એમણે ઉપદેશેલ માર્ગ અનુસાર પિતાની પ્રવૃત્તિ કરે છે, સ્વમન કલ્પિત પ્રવૃત્તિ કરતા નથી તે વીતરાગ પ્રભુના ઉપદેશને અનેક માર્ગથી વિચાર કરી કદી પણ એનાથી વિરૂદ્ધ પ્રવૃત્તિ અથવા એનું ઉલ્લંઘન નથી કરતા. વીતરાગ પ્રભુને ઉપદેશ સિદ્ધ છે એ વિચાર કરી તે કદી પણ એના આગમમાં શંકાશીલ બનતા નથી–એમાં પરસ્પર વિરોધીપણાની શંકા નથી કરતા. એ સારી રીતે સમજે છે કે ભગવાન વીતરાગ પ્રભુનાં વચન નિર્દોષ તેમજ આચરવાચોગ્ય હોવાથી મિથ્યાદષ્ટિઓનાં વચન નકામાં છે, કેમ કે પદાર્થોનું જેવું સ્વરૂપ છે તે વિતરાગ પ્રભુએ સમજાવેલ આગમથી જાણી શકાય છે. કારણ કે એમાં જ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજાવેલ છે. બીજા મિથ્યાષ્ટિઓના આગમમાં નહીં. કારણ કે એમાં એનું સાચું સ્વરૂપ સિદ્ધ સ્વીકારાયું નથી. એનામાં એકાન્તવાદની જ પ્રરૂપણ છે. જે પ્રત્યક્ષ અને અનુમાનથી બાધિત છે. પદાર્થોનું સ્વરૂપ અનેકાન્તની પ્રરૂપણાથી જ વાસ્તવિક જાણી શકાય છે અને એ જ અનેકાનતતા પદાર્થોમાં પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જ્ઞાત થાય છે. આ અનેકાન્તતાનું પરિજ્ઞાન પદાર્થોમાં પ્રમાણ અને નથી થાય છે. વસ્તુની અંદર રહેલા અનંત ધર્મોમાંથી કેઈ એક ધર્મને મુખ્ય ગણી બીજા ધર્મોની અવિવક્ષા કરી એને ગૌણ સમજી વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવું નય છે. અનંત ધર્માત્મક વસ્તુનું કથન પ્રમાણ છે. આ પ્રકારે પદાર્થોમાં અનેકાન્તતા જ સિદ્ધ થાય છે.
શંકા–નયવાક્યથી જે પદાર્થોના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે આ પણ એકાતવાકય છે, પછી આને પ્રમાણપતા કઈ રીતે માની શકાય?
શ્રી આચારાંગ સૂત્ર ૩
१४४