________________
“તત્તે મા મg” આ પૂર્વોક્ત પ્રથમ કોટીવાળાનું નિંદિત આચરણ અને બીજી કોટિવાળાનું શ્રેયમાર્ગમાં અનાચરણ આ બન્ને પ્રકારની પ્રવૃત્તિ ગુરૂ વાક્યના અનુસાર પ્રવૃત્તિશીલ તારામાં ન બને, કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ નરકનિગોદાદિકના દુઃખોને ભોગવનાર અવશ્ય બને છે. આ પ્રકારે પિતાના આત્મામાં દઢવિશ્વાસસંપન્ન બની ખરાબ પ્રવૃત્તિથી સદા તારી રક્ષા કર. એ તરફથી સદા પિતાની જાતને બચાવ. હે જબ્બ ! સર્વજ્ઞ ભગવાનની આ આજ્ઞા છે. આ હું મારી બુદ્ધિથી કહેતું નથી. “તત્યુટિસ્થ તન” આ સૂત્રાશને એ પણ ભાવાર્થ થાય છે કે પૂર્વે જે કહેવામાં આવ્યું છે કે અનાજ્ઞામાં સેપસ્થાનતા અને આજ્ઞામાં નિરૂપસ્થાનતા તારામાં ન થાય, માટે આવા દોષથી વિપરીત તું તારી પ્રવૃત્તિ બનાવ. અર્થાત્ અનાજ્ઞામાં નિરૂઘમી અને આજ્ઞામાં સદ્યમી બન. એવી સર્વજ્ઞની આજ્ઞા છે. અથવા–અનાજ્ઞામાં
પસ્થાનતા અને આજ્ઞામાં નિરૂપસ્થાનતાને છોડીને હે શિષ્ય! તું નિરંતર ગુરૂકુળને નિવાસી બન. આ પ્રકારે શિષ્યને સમજાવવા માટે સૂત્રકારે સર્વજ્ઞની આજ્ઞાના વચનને પ્રદર્શિત કરેલ છે-“ ચા” ઈત્યાદિ એ જ અર્થની પુષ્ટિ અને પ્રગટ કરવા માટે સૂત્રકારના આ પદોનું વ્યાખ્યાન ટીકાકારે પહેલા આ જ અધ્યયનના ચેથા ઉદેશના બીજા સૂત્રમાં કરેલ છે. એને ભાવાર્થ એ છે કે આચાર્યની નિશ્રામાં રહેવાવાળા એમના કહ્યા અનુસાર પિતાની દૈનિક ચર્યાનું આચરણ કરવાવાળા અને એમના ભાવને જાણવાવાળા એવા શિષ્ય જ્ઞાન, ધ્યાન અને અધ્યયનમાં નિરત રહીને ગુરૂકુળમાં નિવાસને યોગ્ય બને છે. કુમાર્ગનું આસવન અને સન્માર્ગનું અનાસેવન કરવું એ બને વાતે કલ્યાણ માર્ગની નિરોધક અને વિઘાતક માની ગઈ છે. આ કારણે જે શિષ્ય ગુરૂકુળમાં નિવાસ કરશે, ગુરૂની નિશ્રામાં અને તેની સમીપ રહેશે એની પાસે આવા પ્રકારની પ્રવૃત્તિ બનતી નથી. આ કારણે શિષ્યને ગુરૂકુળ નિવાસી બનાવવા તરફ સૂત્રકારને આ મુખ્ય પ્રેરણાત્મક આદેશ છે.
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
આ પ્રકારને શિષ્ય કેવા ગુણને ધારક હોય છે. આ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે “મિમૂય” ઈત્યાદિ !
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૮