________________
નિગમ થાય છે. કષાયના ઉદયની અસંભવતા હોવાથી તેમનામાં જળ પ્રવાહના પ્રવેશતુલ્ય બીજાઓથી મૃત અને અધ્યયન આદિન પ્રવેશ સંભવ નથી હોતે. તપ અને સંયમ આદિ દ્વારા કર્મને અભાવ સ્વતઃ બની રહે છે. આથી તેમનામાં નિગમસ્થાનીયતા સિદ્ધ બને છે, ઘાતિયા કર્મોનો ક્ષયથી, નવા કર્મોના આગમનની અસંભવતાથી એમનામાં એના પ્રવેશને અભાવ છે. ત્રીજા ભંગ મુજબ લવણસમુદ્રતુલ્ય યથાલન્દિક સાધુ છે, જેટલા સમયમાં ભીના હાથની રેખા શુષ્ક હોય છે એટલા સમયથી લગાડી પાંચ રાત અને દિવસના સમયનું નામ અહિં લન્દ માન્યું છે. આ લન્દ કાળનું ઉલંઘન નહિ કરવું તે યથાલન્દ છે, આ કાળને અનુસાર જે ચાલે છે–પિતાની ચર્ચા કરવાવાળા છે તે યથાવિ સાધુ છે. આ સાધુ ઉત્કૃષ્ટ રીતે પાંચ રાત દિવસ સુધી એક ગામમાં રહી શકે છે. આ યથાલન્દ કલ્પને પાંચ મુનિઓના સમુદાયરૂપ ગણ પાળે છે. આ મુનિ જિનકલ્પીની તુલ્ય આચારનું પાલન કરે છે. આ ગણ આચાર્ય આદિથી શ્રત આદિનું અધ્યયન તે કરે છે, પરંતુ બીજાને માટે તે તેનું પ્રદાન કરતા નથી. આ માટે તેમને લવણસાગરની તુલ્ય ગણ્યા છે. કારણ કે તેમાં જ્ઞાનાદિકને પ્રવેશ હોવા છતાં પણ તેમાંથી બહાર નીકળતું – અન્યને માટે તેનું પ્રદાન થતું નથી.
ચોથા ભંગના અન્તભૂત પ્રત્યેક બુદ્ધ છે. એ ન તે કોઈનાથી જ્ઞાનાદિક ગ્રહણ કરે છે ન કોઈને એ તેનું પ્રદાન કરે છે. મનુષ્યક્ષેત્રથી બહાર રહેતા સમુદ્રની તરહ એનામાં પ્રવેશ અને નિર્ગમ બનેને સર્વથા અભાવ રહે છે.
પ્રથમ ભંગના અન્તર્ગત સ્થવિરકલ્પીમાં શ્રુતના આવવા-જવાને સંભવ હોવાથી સૂત્રકાર એના સ્વરૂપને પ્રગટ કરે છે. “E” ઈત્યાદિ. એ શિષ્યને સંબોધન કરીને કહે છે કે-હે શિષ્ય ! જેમ પ્રવાહની વચમાં રહેલે હદ કે જેમાંથી બીજો પ્રવાહ નીકળે છે અને જેમાં બીજો પ્રવાહ આવીને મળે છે અક્ષોભ્ય હોય છે, એજ રીતે એ આચાર્ય પણ સર્વ પ્રકારથી ઈન્દ્રિય અને ઈન્દ્રિયને ઉપશમરૂપ ગુપ્તિથી સદા રક્ષિત રહ્યા કરે છે. આચાર્યની સમાન બીજા મુનિજન પણ જે આ પ્રકારના ગુણોથી સંપન્ન હોય તે બધા આ ભંગના અન્તર્ગતજ સમજવા. આ વાતને “ફ” ઈત્યાદિ સૂત્રાશથી પ્રગટ કરે છે-વિશિષ્ટ સંયમનું જે આરાધન કરે છે તે મહર્ષિ કહેવાય છે. એ મહર્ષિ હદના સમાન હોય છે. એ પ્રજ્ઞાનસંપન્ન હોય છે. પ્રજ્ઞાન શબ્દનો અર્થ અહિં આગમ છે. કેમ કે પ્રકાશ આદિની માફક એમના દ્વારા સ્વ અને પરને યથાર્થ રીતથી બંધ થાય છે. આ આગમ જેનામાં હોય છે અર્થાત્ જે આગમ તત્વના જાણકાર છે તે પ્રજ્ઞાનવાન છે. શ્રી આચારાંગ સૂત્ર ૩
૧૧૬