________________
ભરેલું રહે છે. બધી ઋતુઓમાં પુષ્પ પાંદડાં અને જળચર જતુઓથી ચારે તરફ એ હર્યું ભર્યું રહે છે-ભી રહે છે. અને સદા શક્તિ આપનાર રહે છે. ધૂળ વગેરે તેનામાં પડી શાન્ત બને છે. વર્ષાઋતુમાં વૃષ્ટિના કારણે જળ ધૂળના સંપર્કથી ડહોળું બને છે પરંતુ વર્ષાકાળ બાદ ધૂળ નીચે બેસી જવાથી શરદકાળમાં એ જળ અત્યંત નિર્મળ બની જાય છે. અને પિતાનામાં રહેલા જળચર જીવેનું સદા પાલન કરે છે. એ પ્રકારે જ્ઞાનાદિયુક્ત, છત્રીસગુણભૂષિત અને પાંચ આચાર વિશિષ્ટ આચાર્ય પણ નીચે જણાવવામાં આવેલ ચાર ભંગમાંથી પહેલા ભંગમાં સમ્મિલિત હોવાથી જળાશય તુલ્ય માન્યા ગયા છે. તેમજ આઠ પ્રકારની સંપદાઓથી પણ એ સુભિત હોય છે. તે આઠ પ્રકારની સંપદાઓ-આચાર, શ્રત, શરીર, વચન, વાચના, મતિ, પ્રયોગમતિ અને સંગ્રહપરિજ્ઞા છે.
નિર્મળ જ્ઞાનાદિકોથી તે પ્રતિપૂર્ણ છે, મેહનીય કર્મના ઉપશમનથી તે ઉપશાન્તરજ હોય છે.ષજીવનિકાય, ચતુર્વિધ સંઘ તથા ગચ્છમાં રહેવાવાળા સાધુઓના અને પિતાના આત્માના સારી રીતે રક્ષક હોય છે. સ્ત્રી, પશુ, નપુંસક આદિથી વર્જીત સ્થાનમાં એ રહે છે. આ માટે જળાશયના સમસ્ત વિશેષણ તેમનામાં બંધબેસતાં છે. હદ-જળાશયની ઉપમા દેવાથી આ વાત જાણી શકાય છે કે જેવી રીતે જળાશય ચાર પ્રકારનાં હોય છે એ જ રીતે આચાર્ય પણ ચાર પ્રકારના હોય છે. તે ચાર પ્રકાર ચાર બંગથી જાણી શકાય છે. જેમ (૧) કેઈ એક આચાર્ય સીતા સીતેદા નદીના પ્રવાહની તરહ–જેમાંથી બીજે પ્રવાહ ફુટતે હોય છે અને બહારથી બીજો પ્રવાહ પણ એમાં આવીને મળતું હોય છે. (૨) બીજા કેઈ એક આચાર્ય પદ્મહદ આદિ સમાન-જેમાંથી પ્રવાહ નિકળે છે પરંતુ બીજો પ્રવાહ આવી તેમાં મળી શકતા નથી તેવા–હોય છે. (૩) કઈ એક આચાર્ય ખારા સાગર જેવા જેમાંથી કોઈ પ્રવાહ તે નીકળતો નથી પરંતુ જેનામાં બીજા પ્રવાહો આવી મળે છે આવા હોય છે. (૪) કઈ કઈ એવા પણ આચાર્ય હોય છે જે મનુષ્ય લોકથી બહાર એવા સમુદ્રની પેઠે ને એમાંથી બીજે કઈ પ્રવાહ નિકળે છે અને ન તે એમાં કોઈ પ્રવાહ આવીને મળતું હોય છે. આમાં પ્રથમ ભંગના અંતર્ગત આચાર્ય શાસ્ત્ર શીખે છે અને શીખડાવે છે. જળના આવવા જવાની માફક તેમનામાં જ્ઞાનનું આવવું–જવું બનતું રહે છે. આ ભંગના અન્તર્ગત આચાર્ય સ્થવિરકલ્પી હોય છે. બીજા ભંગના અન્તર્ગત તીર્થંકરાદિ હોય છે. કારણ કે તેમનાથી જળપ્રવાહના નિર્ગમ સમાન અર્થરૂપથી આગમનું
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૧૫