________________
"
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
मायमज्जवभावेण, लोभं संतोषओ जिणे " ॥
ઉપશમથી ક્રોધને, માવ—નમ્ર ભાવથી માનને, આવભાવથી માયાને અને સંતાષથી લોભને જીતાય છે. અસંતાષરૂપી રોગનું ઓષધ લાભપરિત્યાગ છે. કહ્યું પણ છે
“ यथाऽऽहारपरित्यागो - ज्वरितस्यौषधं मतम् ।
t
હોમઘેનું પરિયા,-વલતોષક્ષ્ય મેષજ્ઞમ્ ” ॥ ૨॥
જેમ રાગીના જ્વરને નષ્ટ કરવા માટે આહારનો પરિત્યાગ દવાનુ કામ કરે છે તે પ્રકારે અસતેષને નષ્ટ કરવા માટે લોભનો પરિહાર પણ ઉત્તમ ઔષધીનું કામ આપે છે. આ કથનથી એ સિદ્ધાન્ત ભલીભાંતિ પુષ્ટ થાય છે કે—જે લોભાદિકોને તેના પ્રતિપક્ષી સતાષાદ્રિકોના મારફત નષ્ટ કરે છે તે જ વાસ્તવમાં પારગામી છે. એવી વ્યક્તિ પ્રાપ્ત થયેલ કામભોગામાં સતી નથી, એ વાતની પુષ્ટિ ‘ જન્મ્યાન્ નામાનું નામિત્તે ' એ ઉપદેશથી સૂત્રકારે કરી છે, કારણ કે જેણે લોભાદિકનો પરિહાર કરેલ છે તેને કામભોગાર્દિક કદી પણ પરાસ્ત કરી શકતા નથી.
કોઇ વ્યક્તિ લેાભાદિ કષાયાથી હીન છે, પરંતુ કાઈ કારણથી કદાચ તેણે ચારિત્ર ગ્રહણ કરેલ છે તે તે વ્યક્તિના ચિત્તમાં કદાચ ફરીથી પણ લોભનો ઉદ્દય થાય છે તેની તે પ્રકારની પ્રવૃત્તિ છોડવાયાગ્ય છે. આ દેખાવા માટે, અને જે સદા લોભરહિત થઈ સંયમને ધારણ કરે છે તે અણુગાર સાધુ છે, આ વાતનુ પ્રતિપાદન કરવા માટે આગળના સૂત્રનું અવતરણ કરીને સૂત્રકાર કહે છે કે--જે વ્યક્તિ આ પૂર્વોક્ત લોભ વિના અર્થાત્ લોભથી રહિત થઈને ચાસ્ત્રિને ગ્રહણ કરે છે તે ચાર ધાતિયા કર્મોને નષ્ટ કરી ભરતાદિ જેવા અનીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પામીને દુનિયાના ચર-અચર સમસ્ત પદાર્થોને સ્પષ્ટ રૂપથી સમસ્ત ગુણ અને સમસ્ત પર્યાયાથી યુક્ત જાણે છે અને દેખે છે.
શકા—લાભના નાશથી કર્મોનો અભાવ કેવી રીતે થઇ શકે ?
ઉત્તર—એમ કહેવું ન જોઇએ, કારણ કે લાભના ક્ષયથી માહનીયનો ક્ષય થાય છે. તેનો ક્ષય થવા પછી શેષ ઘાતિયા કર્મોનો ક્ષય થાય છે, ઘાતિયા કર્મોનો અભાવ થતાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી ભવોપગ્રાહી અઘાતિઓ કમેના ક્ષય થાય છે. આ પકાર પરપરા સમધને લઈને લોભના વિનાશથી આત્મા અકમાં બને છે. આ વિશેષણની સાર્થકતા સિદ્ધ થઈ જાય છે. સર્વ પ્રથમ મોહનીય કર્મોનો ક્ષય થાય છે, સમસ્ત કર્મોમાં મેાહનીય ક સેનાપતિ છે. જેમ સેનાપતિ પરાસ્ત થવાથી સેના અશક્ત બને છે તે પ્રકારે મોહનીય કર્મીનો ક્ષય થતાં જ કર્મોની સેના પણુ ક્ષીણ થઈ જાય છે. માહનીયના ક્ષયથી જ્ઞાનાવરણીય દનાવરણીય અને અંતરાયનો ક્ષય થાય છે, તેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯૨