________________
પણ રજિત થતા નથી, હિંસા, જુઠ, ચારી, આદિ આશ્રવામાં જ તેની અંતરંગ લાલસા બની રહે છે જેથી તે લેાકેાને ઠગતા રહે છે. એવી પ્રવૃત્તિ તેની કેમ થાય છે તેનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે—
'
અનાશયા મુનયઃ પ્રત્યુપેક્ષને ' મહાવ્રતાને ધારણ કરવાના ઢાંગ તે લેાક એ માટે કરે છે કે-તે ભગવજ્ઞાથી હિદ્ભૂત છે. ભગવાનની આજ્ઞા ગ્રહણ કરેલા મહાવ્રતાને અતરગની સાચી લાગણીથી પાળવાની છે. પાંચ આશ્રવાના નવ કેટિથી ત્યાગ કર્યા વિના તેનુ પાલન થતું નથી. જે આ પ્રકારની આજ્ઞાથી અહિભૂત છે અને “ જે અમે કહીએ છીએ તે સત્ય અને શુદ્ધ છે” આ પ્રકારની સ્વચ્છંદ પ્રવૃત્તિશાલી છે તે મુનિવેષધારી સાધુ શબ્દાદિક પાંચ ઇન્દ્રિયાના વિષયામાં પ્રવૃત્ત રહે છે. ‘ ત્રત્ર મોઢે પુનઃ પુનઃ લજ્જા નો ઢળ્યાય નો પાય’ માહુ એ પ્રકારનો છે-એક દ્રવ્યમા અને બીજો ભાવમોહ. મદ્યાર્દિક દ્રવ્યમાહ છે, સંસાર અને અજ્ઞાન ભાવમાહ છે. કામભોગોમાં આસક્તિ તેનુ નામ મેહુ છે, તે ભાગાની આશક્તિમાં જીવની પ્રવૃત્તિ અજ્ઞાનથી થાય છે. કામાગાની પ્રવૃત્તિને ઉત્તેજના મદ્યાર્દિકના સેવનથી જીવાને મળે છે, માટે તેને દ્રવ્યમેહ કહ્યો છે, વિષયાભિલાષી મૂઢ જીવ આ મેહમાં અત્યંત અને વારંવાર પ્રવૃત્તિ કરવા છતાં પણ નથી યથેચ્છ કામભોગાદિ ભોગવી શકતા, અને નથી સંયમનુ પાલન કરી શકતા. જેમ નદીની મઝધારમાં નિમગ્ન થયેલ પ્રાણી નથી આ પાર જઇ શકતું કે નથી તે પાર જઈ શકતું. એ પ્રકારે આવા પ્રાણી, નથી આ લાકના રહેતા અગર નથી પરલેાકના રહેતા. નથી તે સાચા ગૃહસ્થી ખની શકતા, અને નહિ સાચા મુનિ, નદીની મઝધારમાં નિમગ્ન પ્રાણી જેમ મઝધારમાં જ ડુબી જાય છે તે પ્રકારે આ પ્રાણી પણ સાધુવેષ છોડીને વિષયામાં લવલીન બની વચમાં જ લટકતા રહે છે. નથી તે સાધુ છે અગર નથી તે ગૃહસ્થી. સચમ પાળવામાં જેના ચિત્તમાં દ્રઢતા છે જ નહિ, પરંતુ મુનિનો વેષ ધારણ કરી લીધા છે. હિરણ્ય-સુવર્ણ ધન-ધાન્ય, ગૃહ—ગૃહિણી પુત્ર–મિત્રાદિકનો મુનિત્રત ધારણ કરવા પહેલાં જ ત્યાગ કરેલ છે માટે ગૃહસ્થી જીવન માટે ઉપયોગી વસ્તુનો સદ્દભાવ ન હેાવાથી નથી તેનામાં ગૃહસ્થીપણું અને આ ચારિત્રને સમ્યક્ રીતિથી પાલન નહિ કરવાથી મુનિપણું પણ નથી ! સૂ॰ ૨ u
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૮૯