________________
લટકેલા સાપના બંધન ઢીલા પડે છે તેમ ખાંસીના ખુલ્લ–ખુલ્લ શબ્દથી આ અવસ્થામાં હાડકાઓની સંધિયે શિથિલ બની જાય છે.
આ વૃદ્ધાવસ્થા એક ભયંકર વ્યાધિની માફક સામે આવીને નિર્ભય રૂપથી પડી થઈ જાય છે, તે વખતે શત્રુઓની માફક રેગ પણ પ્રહાર કરવામાં ચુકતા નથી, કુટેલા ઘડામાંથી પાણીની માફક આયુ નિકળવા માંડે છે, તે પણ આશ્ચર્યની વાત છે કે પ્રાણી પિતાના આત્મકલ્યાણની તરફ ધ્યાન દેતા નથી. માટે
જ્યાં સુધી વૃદ્ધાવસ્થા અગર કે રેગથી તારી શારીરિક શક્તિ ક્ષીણ નથી થઈ, અને પ્રત્યેક ઇન્દ્રિય જ્યાં સુધી સશક્ત બનેલી છે ત્યાં સુધી સૂત્રકાર કહે છે કે- આત્માર્થ મનુવાચે ” આત્મા માટે હિતકારી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિથી પિતાને ભાવિત કરે.
અહીં આત્મા માટે હિતકારી સમ્યકૂચારિત્રનું પ્રધાનતયા ગ્રહણ થાય છે, કારણ કે યથાખ્યાતચારિત્ર વિના કેવળજ્ઞાન તથા કેવળદર્શન નથી થતું. ચૌદમાં ગુણસ્થાનમાં યથાખ્યાતચારિત્રની પૂર્ણતા થતાં જ આ આત્મા “ ફુડ ” આ પાંચ હસ્વ અક્ષરનું ઉચ્ચારણ કાલ તક ત્યાં રહીને મુક્તિમાં બિરાજે છે. આ અપેક્ષાથી ચારિત્રની આ ઠેકાણે પ્રધાનતા કહી છે. સમ્યગ્દર્શનની પૂર્ણતા ચોથા ગુણસ્થાનમાં, સમ્યજ્ઞાનની પૂર્ણતા તેરમા ગુણસ્થાનમાં, અને ચારિત્રની પૂર્ણતા ચૌદમા ગુણસ્થાનમાં શાસ્ત્રકારોએ બતાવી છે.
આ પૂર્વોક્ત અર્થને સુધર્માસ્વામી જખ્ખસ્વામીથી કહે છે કે-હે જમ્મ! મેં જેવી રીતે ભગવાન પાસેથી સાંભળ્યું છે તેવું જ તમને કહું છું. આ સૂટ ૯ છે
|| બીજા અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત . ૨-૧
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૮૧