SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તેનાથી તેને દેશિવરતિ અને સર્વવિરતિ પણ પ્રાપ્ત થયેલ નથી. પરંતુ સમમિકતની પ્રાપ્તિ થયા બાદ જ્યારે તે આગળ વધવાના પ્રયાસ કરે છે ત્યારે તેને દેશિવરત થાય છે, અથવા સર્વવિરતિ. દેશવિરતિથી મુક્તિ નહિ માટે જ્યારે એ પોતાના પુરૂષાની દિશાને આગળ વધારે છે, ત્યારે સર્વવિરતિના લાભથી તે પોતાને પવિત્ર કરે છે, અને વાસ્તવિક તપ સંયમના આરાધક બની જાય છે, એટલે પરમાર્થજ્ઞ-પરમ=ઉત્કૃષ્ટ જે અર્થ =આત્માનું સ્વરૂપ તેના =જ્ઞાતા થાય છે. દેશવિરતિમાં આત્મા પ્રાણાતિ પાતાદિક પાંચ આશ્રવોના એક દેશથી ત્યાગી થાય છે અને સવવતિમાં તેના સર્વ પ્રકારથી ત્યાગ થઇ જાય છે. ત્યાં સમસ્ત જીવા ઉપર સમતાભાવ રહે છે. આત્માનું નિજ સ્વરૂપ જે જ્ઞાતા-દ્રષ્ટાપન છે તે આ તપ સંયમની અવસ્થામાં પ્રગટ થઈ જાય છે. ' '' સૂત્રમાં “ સુŘ પત્તેય સાયં” જે પદ્ય છે તે આ વાતની પુષ્ટિ કરે છેતે દુ:ખ અને સુખ પાપ અને પુણ્યથી થાય છે, માટે “ સંસારના સમસ્ત પ્રાણી ઓને રાગાદિક વૈદ્યના આદિના સમયે પોતાનાથી કરેલા કર્મના વિપાક અવશ્ય ભાગવવા પડે છે.” એવુ સમજીને હે ભવ્ય ! જ્યાં સુધી પોતાના શરીરમાં રોગાદિકનો ઉદય નથી થતો, અને જ્યાં સુધી સચેષ્ટતા અનેલ છે, અને જ્યાં સુધી સ્વજન સંબંધી પોતાનાથી વિરક્ત નથી થતાં ત્યાં સુધી આત્મકલ્યાણુ કરવામાં અગ્રેસર બની જા, અને આ સયમારાધન રૂપ પવિત્ર કાર્યને ન છોડ, કારણ કે हाथ पांव में जब तक बल है, आखोमें है तेजप्रकाश, श्रवणशक्ति है, बुद्धि उपस्थित, रोगादिकका हुआ न त्रास । धर्म आवरण कर ले प्राणी, धरकर मनमें उत्तम साज, की जाने कल रहा न कल तो क्यों जाने देते हो आज ॥ १ ॥ " " अनभिक्रान्तं च वयः सम्प्रेक्ष्य 39 ' સમય સમય આયુ ઘટે છે, ક્ષણે ક્ષણે કાયા ક્ષીણ થાય છે. જેમ માટીનું ઢેકું પાણી લાગતાં જ ગળી જાય છે તેમ દેખતાં દેખતાંમાં આ શરીર ગળી જાય છે, માટે તું પોતાના આત્મકલ્યાણ તરફ પ્રવૃત્તિ કર. કારણ કે વયના વ્યતીત થવાથી પરિવાદ, પાષણ અને પરિહાર આદિક દોષ ઉત્પન્ન થાય છે, તેથી તેવી હાલતમાં સંયમનુ પાલન થવું અશકય છે, માટે સૂત્રકાર કહે છે કેજ્યાં સુધી સચમ ધારણ કરવાની યોગ્ય અવસ્થા વ્યતીત થઈ નથી ત્યાં સુધી ધર્માચરણુરૂપ અવસરને હાથથી જવા દ્યો નહિ. અર્થાત્ આજ અવસ્થા છે જેમાં ધર્માચરણ પ્રાણી કરી શકે છે. સૂત્રમાં ‘=' શબ્દ અર્થાન્તરના ખેાધક છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ७४
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy