________________
રિક કષ્ટને અનુભવ કરેલ નથી. તે પણ આ સંયમ જીવનની પ્રાપ્તિ માટે તેને તૃણવત્ ત્યાગ કરી આત્મકલ્યાણના માર્ગમાં અગ્રગામી થયા.
એ જાણેલી હકીકત છે. બધા ભરત ચક્રવર્તી જેવા નથી. જ્યાં આરંભ અને પરિગ્રહને નિવાસ છે કે ત્યાં શાંતિમય જીવન નહિ. નિરાકુલતામય આત્મપરિણતિ નહિ. યત્નાચારપૂર્વક પ્રવૃત્તિ નહિ. ઈન્દ્રિયસંયમ અથવા પ્રાણિસંયમ જેવી સુંદર વસ્તુનું જ્યાં દર્શન નથી. રાત-દિવસ આધિ-વ્યાધિ અને ઉપાધિના ભારથી દબાએ આ પ્રાણુ આત્મિક શાંતિના સાચા નિર્મળ સ્રોતથી દૂર જ રહ્યા કરે છે. ફક્ત જુઠી કલ્પનાથી જ પિતાને સુખી અને શાંતિને ઉપલેક્તા માનતો રહે છે. જ્યાં જેટલો અધિક આરંભ થશે ત્યાં તેટલું જ અધિક જેનું ઉપમર્દન થશે. આરંભ પરિગ્રહના સદૂભાવમાં યતનાપૂર્વક પ્રવૃત્તિ જ બની શકતી નથી, અયતનાપૂર્વક પ્રવૃત્તિનું નામ જ પ્રમત્તદશા છે. આ પ્રમત્તદશાની નિવૃત્તિ -સર્વવિરતિરૂપ સંયમના અનુષ્ઠાન વિના બની શકતી નથી, કારણ કે સંયમના અનુઠાનમાં ત્રસ અને સ્થાવર જીના ઉપમર્દનને ત્યાગ નવ કેટિથી થઇ જાય છે.
આ સંયમારાધન માટે એમ કહેવામાં નથી આવતું કે હમણુ સમય નથી પણ સમય આવશે ત્યારે સંચમનું આરાધન કરી લેશું. એ તો એક બહાનું માત્ર છે. જે સમયનું બહાનું લઈ સંયમારાધનથી વિમુખ થઈ જાય છે તે તેના આત્માની કમજોરી છે. જ્યાં સુધી એ કમજોરી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી અસંયમ જીવનથી છુટકારે પણ મળી શકતો નથી.
સંયમારાધનસમુખ હેવા માટે આત્મકમજોરી જાણવાની અને જાણીને તેને દૂર કરવાની સખ્ત આવશ્યકતા છે અમે જાણીએ છીએ કે અમારા ઘરમાં સાપ ઘુસેલે છે પરંતુ જ્યાં સુધી અમે તેને નહિ બહાર નિકાલીએ ત્યાં સુધી અમારૂં જાણપણું નકામું છે.
જીવન અલ્પ છે. સ્ત્રી પુત્રાદિકોની પ્રાપ્તિ આ જીવને અનંતવાર થયેલ છે. સંગ અને વિયેગ, એ બે સંસારના પર્દાપર નાટક થતાં જ રહે છે. અમારી સાથે જે જમ્યા હતાં તે ચાલી ગયાં, અમે પણ ક્યારેક ચાલ્યા જઈશું, પરંતુ સર્વવિરતિ-સંયમારાધનને અવસર આ જીવને હાથ નહિ આવ્યું. કદાચ આ હોત તો જે અમારા ભાભવના સંસારમાં ચક્કર લાગી રહ્યા છે તે કયારના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
६४