________________
વૃદ્ધાવસ્થાને સકળ ઇન્દ્રિયની શક્તિથી રિક્ત અને મૃત્યુકાળ નજીક આવેલી દેખીને આ કાળમાં પ્રાણી મૂઢ ભાવને પ્રાપ્ત થાય છે. “મારું કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે એ વાતને તે સમયે તે વિચાર જ વિસરાય જાય છે, તે વખતે શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શન, આ બધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયના જ્ઞાનથી કમે ક્રમે અથવા એકી સાથે, અથવા થોડા થોડા અંશમાં રિક્ત થાય છે. પછી તેને કર્તવ્ય અને અકર્તવ્યનું ભાન કેવી રીતે રહે, કારણ કે કર્તવ્ય અકર્તવ્યનું ભાન ઈન્દ્રિયો દ્વારા જ ગ્રહણ કરેલાં વિષયોમાં માનસિક વિચારધારાથી થાય છે, જ્યારે આ ઈન્દ્રિયે પોતપોતાના વિષયના બેધથી વિકલ બને છે ત્યારે તેના વિષયમાં જે માનસિક વિચારધારા બંધાતી હતી તે કેવી રીતે બંધાઈ શકે? માટે તે વખતે તે આ પ્રકારના બોધથી રહિત થઈને એક પ્રકારને ઉન્મત્ત અને કર્તવ્યમૂઢ થાય છે.
અથવા આર્ષવાક્ય હોવાથી લોufuTોર્દેિદિયમાદિ” ઈત્યાદિ
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્રા
વાક્યોમાં પ્રથમ વિભક્તિના સ્થાનમાં ત્રીજી વિભક્તિને પ્રયોગ કરેલ છે, માટે પ્રથમ વિભક્તિને આશ્રય લઈ તેને અર્થ આ પ્રકાર થશે–નષ્ટ થનારા તે શ્રોત્રાદિક-પરિજ્ઞાન તે વખત-વૃદ્ધાવસ્થા અગર રોગોદયમાં જીવને કર્તવ્યમૂઢ બનાવે છે, કારણ કે વૃદ્ધ તે વખતે નિરંતર ચિન્તાથી બળતું રહે છે. તેની પ્રત્યેક ઈન્દ્રિયની શક્તિ નષ્ટ થાય છે, તે સુધા તૃષાથી પીડિત રહે છે. તેના તૃષ્ણાની વૃદ્ધિ થતી જ રહે છે. આવી હાલતમાં તેને આત્મકલ્યાણની વાત જ સારી લાગતી નથી માટે તે કલ્યાણ માર્ગથી ઘણે દૂર રહે છે. અર્થાત્ તે આત્મકલ્યાણ કરી શકતું નથી. ૨
શ્રી આચારાંગ સૂત્ર : ૨
४८