________________
રીતે પોતાના હિત અને અહિતના જરા પણ વિચાર ન કરતાં સહેસા કકારી થઈ જાય છે. તેવી જ રીતે તે શબ્દાદિ વિષયામાં આસક્ત ચિત્ત કરીને તેના રક્ષણને માટે રક્ષણના સાધનાના સંગ્રહ કરવામાં પોતાના હિતાહિતના વિચાર કર્યાં વગર વ્યાકુળ રાતદિવસ છકાયના જીવાનું ઉપમન ( ધાત ) કરવામાં જ વારંવાર પ્રવૃત્તિ કરે છે. ટીકા :—આ અધ્યયનના અનન્તર અને પરસ્પર સૂત્રેાથી સબંધ છે. તેમાં અનન્તર સૂત્રેાના સંબંધ આ પ્રકાર છે:~~
જે મુનિ છકાયના જીવાનુ સ્વરૂપ સારી રીતે જાણીને કૃત કારિત અને અનુમતિ તેમજ મન, વચન, કાયાથી તેના આરંભના ત્યાગ કરે છે, તે પોતાના કર્તવ્યને નિર્દોષ રીતિથી પાળે છે, અને તે પોતાના તપસ્યમમાં પૂર્ણ રૂપથી નિષ્ણાત અને છે. એવા તે સંયમીજન ગુણુસ્થાન અને મૂળસ્થાનના જાણકાર કષાયાક્રિકરૂપ લોકપર વિજય પ્રાપ્ત કરવાવાળા હોય છે. પરસ્પર સૂત્રામાં આ અધ્યયનનો સંબંધ આ પ્રકાર છે-તે સંયમીજન પોતાની બુદ્ધિથી અગર ખીજાના કથનથી અથવા તીર્થંકર પ્રભુના ઉપદેશથી અથવા ખીજા કેાઈ આચાર્યની પાસેથી સાંભળી એવું જાણે છે કે જે ગુણુ છે તે મૂળસ્થાન છે' ઈત્યાદિ, ચાર ગતિ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં ગમન અને આગમનરૂપથી આત્મા જે દ્વારા ભ્રમણ કરે છે તેનુ નામ ગુણ છે. આ ગુણ–શબ્દને વાચ્યા ( મુખ્ય અર્થ ) શબ્દાદિક વિષય થાય છે. તે પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના સ્વતંત્ર ગુણ છે.
6
જે મુનિ છ કાયના જીવાના સ્વરૂપને પોતાની જાતે, અગર ખીજાના ઉપદેશથી જાણીને છ કાયના આરંભથી વિરત થાય છે, તે મુનિ પોતાના અંગીકૃત સંચમનુ નિર્દોષ રીતિથી પાલન કરનાર હોવાથી કુશળ માનવામાં આવે છે. જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયાના વિષયે જે મનેાજ્ઞ કે અમનેજ્ઞ હોય તેમાં રાગ દ્વેષ રાખે ત્યાં સુધી છ કાયના આરંભથી નિવૃત્તિ થતી નથી. તેથી તે નિશ્ચિત છે કે-છકાયના આરંભના ત્યાગ પાંચ ઇન્દ્રિયાના વિષયામાં રાગ દ્વેષના ત્યાગ કરવાથી જ થાય છે. તેના વિષયામાં મગ્ન રહેનાર તેના આરંભના ત્યાગ કરી શકતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૧