________________ ભાવાર્થ—જ્યાં સુધી જીવ પિતાના શુદ્ધસ્વરૂપ-નિર્વિકાર આનંદ-સ્વરૂપ મુક્તિને પ્રાપ્ત નથી કરી લે, ત્યાં સુધી તે કર્મોથી નિર્લિપ્ત થતું નથી. આવી અવસ્થામાં જ્યાં સુધી સાંસારિક દશા છે, અથવા સંસારમાં રહેવાનું છે ત્યાં સુધી કર્મોના ચક્કરમાં પ્રત્યેક પ્રાણ ફસાયેલાં જ છે. જે કર્મોને કર્તા છે તે તેના ફળને પણ ભક્તા મનાય છે. જો કે આ નિયમ અટલ છે છતાં પણ જ્ઞાની જીવ તેના અપવાદસ્વરૂપ છે, કેમ કે ચારિત્રમોહનીયના ઉદયથી જ્યાં સુધી ચારિત્રને અભાવ તેના આત્મામાં નથી થયા ત્યાં સુધી દર્શન–મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર કર્મબંધ તેને થતું નથી. જેટલા અંશમાં પરપદાર્થોની નિવૃત્તિ છે તેટલા અંશોમાં આત્મામાં શુદ્ધિને સદ્ભાવ પણ છે, અર્થાત્ દર્શન-મોહનીય કર્મના ઉપશમ, ક્ષય, અને ક્ષાપશમથી આત્મામાં જેટલી પણ અતત્ત્વશ્રદ્ધાન પરિણતિને અંત થશે તેટલી જ આત્મજાગૃતિરૂપ શુદ્ધ પરિણતિને વિકાસ ત્યાં થશે. સમકિત પ્રાપ્ત થતાં જ આત્મામાં આત્મસ્વરૂપનું ભાન થવાથી આંશિક રૂપમાં સમ્યજ્ઞાન અને સ્વાનુભવમાં રમણરૂપ આંશિક ચારિત્ર પણ સમક્તિીને ઉત્પન્ન થાય છે, માટે આ ઠેકાણે સૂત્રકાર મોક્ષમાર્ગના પથિકને કર્મજન્ય ઉપાધિને અભાવ બતાવે છે, કેમકે અજ્ઞાની જીવને જ કર્મ જન્ય ઉપાધિ થાય છે, જ્ઞાની જોને નહિ. આ પ્રકરણની સમાપ્તિ કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે હે જબ્બ ! જે પ્રકારે મેં ભગવાનની સમીપ આ સાંભળ્યું છે તે પ્રકારે હું કહું છું. સૂ૦૧૫ ચતુર્થ ઉદેશકી ટીકાકા ઉપસંહાર | ચેથા અધ્યયનને થે ઉદ્દેશ સમાપ્ત છે 4-4 ચોથા અધ્યયનમાં જે વિષય કહેવાયા છે તેનું સંક્ષિપ્ત વર્ણન ગ્લૅકદ્વારા કરે છે–“સખ્યત્વચા " ઈત્યાદિ. સમ્યક્ત્વને પુષ્ટ કરવાવાળી યુકિતથી સમ્યક્ત્વનું વર્ણન, તથા અનાર્યોના વચનનું નિરાકરણ કરીને સમ્યક્ત્વનું ફળ આ ચોથા અધ્યયનમાં કહ્યું છે. જે 1 આ આચારાંગસવના સમ્યકત્વનામના ચેથા અધ્યયનની આચાર ચિંતામણિ-ટીકાનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ 4 શ્રી આચારાંગ સૂત્ર : 2 337