________________
તે સર્વથા શાંત થયેલ છે. આથી જે પાપકર્મોમાં નિદાનબંધથી રહિત છે તેને પરમ સુખના સ્થાનરૂપ કહેવામાં આવેલ છે. ટીકાકારે ક્રોધાદિક કષાયને માટે જે અગ્નિની ઉપમા આપી છે તે બરોબર છે, કારણ કે જે પ્રકારે અગ્નિથી અત્યન્ત તપાવેલે લેખંડને ગળે પાણીમાં નાંખવાથી પિતાના ચારે બાજુના પાણીને ખેંચે છે તે પ્રકારે જ્યારે આત્મા પણ કષાયથી અત્યન્ત સંતપ્ત થાય છે ત્યારે પિતાની ચારે બાજુ ભરેલી કાર્મણવગણએને મન-વચન-કાયારૂપ નાળિયેથી ખેંચે છે. જેવી રીતે ખાધેલું અનાજ રસ રૂધિર આદિ રૂપમાં પરિણત થાય છે તે પ્રકારે ગૃહીત આ કાર્પણ વર્ગણાઓ પણ જ્ઞાનાવરણાદિક કર્મરૂપથી એક જ સાથે પરિણત થઈ જાય છે. કર્મરૂપથી બાંધેલી આ કામણવર્ગણાઓની ચાર પ્રકારની અવસ્થાઓ થાય છે–પ્રતિબંધ સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, એ નિશ્ચિત છે કે જ્યારે કેઈ એક પદાર્થ કેઈ બીજા પદાર્થને આવૃત કરે છે અગર તેની શક્તિને ઘાત કરે છે ત્યારે આવરણ કરનાર પદાર્થોમાં-આવરણ કરવાને સ્વભાવ ૧, આવરણ કરવાને કાળ ૨, આવરણની શક્તિની હીનાધિકતા ૩, અને આવરણ કરનાર પદાર્થનું પરિમાણ ૪. આ ચાર અવસ્થાઓ એક સાથે પ્રગટ થાય છે, આ વાત બંધના ભેદેમાં પણ સમજવી જોઈએ. આત્મા આત્રિયમાણ છે અને કમ આવરણ છે, માટે બંધ સમયમાં કર્મની પણ ચાર અવસ્થામાં પ્રગટ થાય છે. આ ચારે અવસ્થાએ કર્મબંધના પ્રથમ સમયમાં જ સુનિશ્ચિત થઈ જાય છે. દાખલા તરીકે જ્યારે બત્તીને વસ્ત્રથી ઢાંકીએ ત્યારે આવરણ કરવાવાળા તે વસ્ત્રમાં ચાર અવસ્થાએ સ્પષ્ટ પ્રતિભાસિત થાય છે— (૧) વસ્ત્રને સ્વભાવ બત્તીના પ્રકાશને રોકવું. (૨) નિશ્ચિત સમય સુધી બત્તીના પ્રકાશને રોકી રાખવે. (૩) બત્તીને પ્રકાશ આવૃત કરવાની શક્તિને વસ્ત્રમાં હીનાધિકરૂપથી સદૂભાવ. (૪) આવૃત કરનાર વસ્ત્રનું પરિમાણ. ગ્રહણ કરવામાં આવેલી તે કાર્મણવÍણાઓની વહેંચણ પ્રત્યેક કર્મમાં આ પ્રકારે થાય છે જે આયુ કર્મને બંધ થઈ રહ્યો છે તે આયુ કર્મને બધાથી થોડું દ્રવ્ય મળે છે, નામ-ગોત્રમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે તે પણ આ બન્ને કર્મોના દ્રવ્ય સમાન રહે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયમાં પ્રત્યેકને તેથી અધિક દ્રવ્ય મળે છે તે પણ તેઓનું દ્રવ્ય પરસ્પર સમાન હોય છે. એનાથી મેહનીય કર્મને અધિક દ્રવ્ય મળે છે અને વેદનીય કર્મને એનાથી પણ અધિક દ્રવ્ય મળે છે. ઘાતિયા કર્મોને જે દ્રવ્ય મળે છે તેમાં જે સર્વ ઘાતિક દ્રવ્ય છે તે સર્વઘાતિક દ્રવ્યને અનંતમે ભાગ હોય છે, અને જે દેશઘાતિક દ્રવ્ય છે તે દેશઘાતિક દ્રવ્યને અનંત બહભાગ હોય છે. આમાં પણ દેશઘાતી દ્રવ્યની વહેંચણી દેશઘાતિ પ્રકૃતિમાં જ થાય છે, સર્વઘાતિ દ્રવ્યની વહેંચણી સર્વઘાતિ દેશઘાતિ બને પ્રકારની પ્રકૃતિમાં થાય છે, અને નવનેકષાયને દેશઘાતિ દ્રવ્ય જ પ્રાપ્ત થાય છે, સર્વઘાતિ નહિ સૂ૦ ૯
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૪