________________
જેના પરિણામ ઘોરતર છે એવા વધ બંધનાદિક જે જે ક્રર કર્મ છે તેમાં પ્રવૃત્તિ કરવાવાળા પ્રાણ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, અને ચિરકાળ સુધી અનેક સાગર પર્યન્ત ત્યાંના દુઃખને ભેગવવું, વૈતરણી નદીમાં તરવું, શાલ્મલી–સેમર જાતના વૃક્ષોના તલવારની ધાર જેવા પાંદડાઓના પડવાથી દેહનું ચીરાઈ જવું આદિ જે ભયંકર દુઃખે છે તેઓને ભેગવતાં ભેગવતાં ત્યાં જ પિતાના ભૂજ્યમાન આયુષ્યને વ્યતીત કરે છે. જે આવા કૂર કર્મોનું સેવન કરવામાં પ્રવૃત્તિ કરતા નથી તે નરક–નિગોદમાં ઉત્પન્ન થતા નથી.
અથવા–અતિકુટિલ જે પ્રાણાતિપાત આદિ કર્મો છે તેઓ દ્વારા આવા પ્રાણ ચિરકાળ સુધી નરકમાં નિવાસ કરે છે, અને મંદ ક્રૂર કર્મો દ્વારા ત્યાં ચિરકાળ સુધી નહિ પણ કાંઈક ઓછા સમય સુધી શ્રેણિક રાજાની માફક રહે છે. સૂ૦૬
- સાતવ સૂત્રકા અવતરણ ઔર સાતવ સૂત્ર / ચતુર્દશપૂર્વધારી ઔર કેવલજ્ઞાનીકે કથનમેં થોડાસા ભી અન્તર નહીં હોતા!
શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે—હે ભદા! આવી પ્રરૂપણા કેણ કરે છે જે તેના વચનમાં અમે શ્રદ્ધા કરીએ? શ્રી સુધર્માસ્વામી કહે છે- વરિ” ઈત્યાદિ.
આ પ્રકારનું પ્રતિપાદન ચતુર્દશ પૂર્વના પાઠી, શ્રુતકેવળી, શ્રીગણધરાદિક દેવ કરે છે, અને આ વાત નિરાવરણજ્ઞાનશાળી શ્રી સર્વજ્ઞ ભગવાન પણ કહે છે. આ વિષયમાં બનેના એક મત છે. આ વિષયની આચાર્ય મહારાજ ફરીથી પુષ્ટિ કરે છે કે જે અર્થનું પ્રતિપાદન કેવળી કરે છે તેજ અર્થનું પ્રતિવાદન શ્રુતકેવળી મહારાજ કરે છે, કારણ કે કેવળી અને શતકેવળીના વચનમાં જરા પણ ફરક પડતું નથી. કેવળી ભગવાન કેવળજ્ઞાન-વિશિષ્ટ છે અને શ્રુતકેવળી ચૌદ પૂર્વના પાઠી છે, માટે આ બને યથાર્થવક્તા છે. જો કે કેવળી અને શ્રુતકેવળીના જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પક્ષ રૂપથી ભિન્નતા છે પરંતુ વસ્તુસ્વરૂપના પ્રતિપાદન કરવામાં અગર તેને જાણવામાં બંનેના જ્ઞાનમાં જરા પણ ભિન્નતા નથી. કેવળી અને શ્રુતકેવળી યથાર્થવક્તા હોવાથી એક જ અર્થને પ્રતિપાદન કરે છે, વિરૂદ્ધ અર્થને નહિ. સૂવા
આ જ પ્રકારે આગળ કહેવામાં આવનારા અર્થમાં પણ એકવાક્યતા થાય છે તે બતાવે છે– શાર્વતી વંતી” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૬