________________
સાધના કરે તે પણ તે કરાળકાળના તીખા દાંતથી ચિરાઈ જ જાય છે, અર્થાત પ્રાણી મૃત્યુથી કોઈ પ્રકારે પણ બચી શકતું નથી. ૧ /
ઉપમ–મૃત્યુનું નિમિત્તકારણ, જેમ-દંડ, ચાબુક, શસ્ત્ર, રસ્સી, વિષ આદિ. નિપત્રમ–નિમિત્તરહિત-આયુષ્ય પુરૂ થવાથી આપમેળે મૃત્યુને વશ થવું.
આ સૂત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જેઓ રાગ અને દ્વેષથી અંધ બનીને પ્રમાદી બને છે અને ધર્મને જાણતા નથી તેઓ વિષયસુખની ઈચ્છાથી વિષયમાં આસક્ત બને છે. પિતાની આ ઈચછાને પૂર્ણ કરવામાં જ પિતાનું પરમ કર્તવ્ય સમજે છે. આ વખતે ન્યાય અન્યાયને કઈ ખ્યાલ રાખતા નથી. ઈછાને પૂર્ણ કરવાને જ માત્ર એક ખ્યાલ રાખે છે. ઈદ્રિયોને અનુકૂળ પ્રવૃત્તિનું નામ જ ઈચ્છા છે. જે ઈન્દ્રિયને અનુકૂળ ગમ્યું તેમાં જ અંધ બનીને તેઓ પડે છે. “એનું ભવિષ્યમાં શું પરિણામ આવશે ?” આ વિચાર એને નથી આવતું. ઈચ્છાઓને આધીન બનેલી મનુષ્ય સંસારની તરફ જ દેટ લગાવે છે. નિવૃત્તિ માગથી તે દૂર છે. નિવૃત્તિ માર્ગની પ્રાપ્તિ વિના ઈચ્છાઓ પર અંકુશ થત નથી, તે નિર્વિવાદ સિદ્ધ છે. જ્યાં સુધી પ્રવૃત્તિમાર્ગ છે ત્યાં સુધી સંસાર છે. નિવૃત્તિમાર્ગની પ્રાપ્તિ સંસારનો સાક્ષાત અગર પરંપરાથી અંત છે. ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો તે જ સંયમ–ભાવ છે. તેથી વિપરીત અસંયમભાવ છે. અસંયમી જીવ ધર્મની પ્રાપ્તિ કરવામાં સમયનું બહાનું બતાવે છે–“હજી તો જુવાનીને સમય છે, સાંસારિક આનંદ ભેગવી લઉં, વૃદ્ધાવસ્થા આવ્યા પછી ધર્મ ધારણ કરી લઈશ. અથવા-આગામી વર્ષમાં, અગર તેના બાદના વર્ષમાં, અથવા પુત્ર-પુત્રીના વિવાહ થયા પછી ધર્મ કરીશ.” આવા પ્રકારના વિચાર કરી કરીને તે કાળનો ગ્રાસ બની જાય છે, અને ધર્મના લાભથી વંચિત રહી જાય છે. વિષપેછાને આધીન બનેલા સંસારી મનુષ્ય જે કઈ પ્રકારથી હિરણ્ય-સુવર્ણાદિક પરિગ્રહનો સંચય કરવામાં જ પિતાના જીવનના અધિકાંશ ભાગને નષ્ટ કરે છે, અને ઉપાર્જત-કર્માનુસાર એકેન્દ્રિયાદિક નિયામાં અનંત વાર જન્મ મરણના અનંત દુઃખને સહન કરતા રહે છે. આ કથનને સાર એ છે કે–રાગ દ્વેષના કારણથી સંસારી જીવ ધર્મને નહિ સમજીને ઈન્દ્રિયે અને મનના અનુકૂળ વિષયમાં મુગ્ધ થઈને વારંવાર કર્મપરંપરાની વૃદ્ધિ કરે છે, અને કર્મોથી રહિત થતા નથી. સૂ૦ ૪
શ્રી આચારાંગ સૂત્ર : ૨
३०४