________________
સમ્યકજ્વપ્રાપ્રિતકા ક્રમ
સમ્યત્વની પ્રાપ્તિનો ક્રમ અનાદિમિથ્યાષ્ટિ જીવ જ્યારે સમ્યકત્વપ્રાપ્તિને સન્મુખ થાય છે તે વખતે તેને યથાક્રમથી ત્રણ કરણ થાય છે-(૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ
અનાદિ પરંપરાથી જે પ્રવર્તમાન છે તે યથાપ્રવૃત્તિ છે, અને કર્મક્ષય જેના દ્વારા કરવામાં આવે છે તે કરણ છે. આ કારણે જીવના પરિણામ સ્વરૂપ છે. યથાપ્રવૃત્તિરૂપ જે કરણ છે તેનું નામ યથાપ્રવૃત્તિકરણ છે. તે એને નિરૂક્ત–અર્થ છે. આ પ્રકારે આગળ પણ કરણ-શબ્દની સાથે કર્મધારય સમાસને સંબંધ કરી લે જોઈએ. આ પ્રકારે અનાદિકાળથી કર્મક્ષય કરવામાં પ્રવૃત્ત જીવનું પરિણામ વિશેષ જ યથાપ્રવૃત્તિકરણ છે, તે તેનું ફલિતાર્થ છે. એ ત્રણ કરણું ભવ્યોને થાય છે. અભવ્યોને ફક્ત પ્રથમ જ કરણ થાય છે, બાકીનાં બે નથી થતાં.
યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ જીવને થતાં જ રહે છે. એના દ્વારા જીવ ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોની પ્રકૃતિને ક્ષય કરતે રહે છે. તેથી આ પરિણામ કર્મક્ષયનું કારણ હોવાથી આ જીવ તેના બલ ઉપર યથાસંભવ કર્મ સ્થિતિને ક્ષય કરતાં ઘન-કઠિનતર રાગદ્વેષરૂપી ગ્રન્થિની સમીપ સુધી પહોંચી જાય છે. આ ગ્રંથિ એટલી ગાઢ-પ્રબલતમ છે કે જેનું આ પરિણામ દ્વારા ભેદન કરવું સર્વથા અશકય કાર્ય છે. જીવને આ ગ્રન્થિના દેશ સુધી પહોંચાડવું જ આ પરિણામનું કામ છે. ગ્રન્થિનું ભેદન એના દ્વારા તે માટે નથી થતું કે આ પરિણામ મન્દવિશુદ્ધિવાળું છે.
શંકા–આપનું કથન ઠીક છે, પરંતુ હજુ સુધી એ માલુમ નથી કે આ પરિણામ દ્વારા કેટલી કર્મસ્થિતિને ક્ષય થાય છે.
ઉત્તર–-જેમ પર્વતીય નદીમાં પાષાણુખંડ એના પ્રબલ પ્રવાહના વેગથી આમ-તેમ અથડાઈને ઘસાત ઘસાતો સ્વાભાવિક રીતિથી ગોળમેલ થઈ જાય છે, તે જ પ્રકારે અનાદિ કાળથી કર્મની અનવચ્છિન્નસંતતિ-અતુટપરંપરાને વશીભૂત રહીને ચતુર્ગતિસ્વરૂપ આ સંસારમહાસાગરમાં ગોથા ખાતાં અને અનંત દુઃખોની પરંપરાને સહન કરતાં એ જીવને સ્વાભાવિક રીતિથી-વિના કોઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२७७