________________
સૂત્રકૃતાંગમાં પણ એ જ લખ્યું છે--
" एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं ।
अहिंसा समयं चेव, एयावंतं वियाणिया" ॥ १ ॥ सूत्र० अ० ११ ।
જ્ઞાન જ્યાં સુધી ક્રિયાત્મક (ચારિત્રરૂપ) નથી થતું ત્યાં સુધી તે કઈ પણ ઈષ્ટ અર્થની પુષ્ટિ નથી કરી શકતું. જેમ શાસ્ત્રને અભ્યાસ કરવામાં કુશલમતિ મનુષ્ય એના અર્થને વિશિષ્ટ જ્ઞાતા હોવા છતાં પણ જ્યાં સુધી શાસ્ત્રવિહિત માર્ગને જીવનમાં ક્રિયાત્મકરૂપથી નથી ઉતારતો ત્યાં સુધી તે તેના અભ્યાસના જ્ઞાનથી પિતાના કેઈ પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્તા નથી, અને યથાર્થ વિદ્વત્તાના પદથી પણ તે વિભૂષિત થઈ શકતો નથી. એથી તેને ક્રિયાત્મક રૂપ આપ્યા વિના જેમ તેને આ અભ્યાસ તેમજ જ્ઞાન નિષ્ફળ છે તે પ્રકારે સમ્યગ્દર્શન પણ જ્ઞાન-કિયાના અભાવમાં મોક્ષનું સાધક થતું નથી. વૈદ્યને ઔષધવિષયક અભ્યાસ અને પરિપક્વ જ્ઞાન ઔષધિસેવનના વિધિની અનભિજ્ઞતામાં નીરોગતાનું કારણ કેઈ વખત બની શકે છે?—નથી બની શકતું. જે બની શકે તે પછી તેનું નામ લેવાવાળા રોગી પુરૂષોની વાત જ શું કહેવી? તેને પણ તેનાથી ફાયદો થવા જોઈએ. કહ્યું પણ છે--
સાહ્યાખ્યધીત્યા મવત્તિ મૂ-વસ્તુ ઋચાવાન્ પુરુષઃ સ વિદ્વાન सुचिन्तितं चौषधमातुराणां, न नाममात्रेण करोत्यरोगम् " ॥ १ ॥
શાસ્ત્રને અભ્યાસ કરીને પણ મનુષ્ય મૂખ રહી જાય છે. જે કિયાવાન છે તે વિદ્વાન છે. બીમાર મનુષ્યને સુચિતિત પણ ઓષધિ નામમાત્ર લેવાથી આરોગ્યદાયક નથી થતી . ૧
સમ્યક્ત્વના સર્ભાવમાં શમસંવેગાદિક ગુણોની ઉત્પત્તિ અવશ્ય થાય છે, એને રેકવાને માટે કોઈ સમર્થ થતું નથી. કારણ કે તે સર્વગુણ સંપન્ન છે. કહ્યું પણ છે--
“ असमसुखनिधानं धाम संविग्नतायाः, भवसुखविमुखत्वोद्दीपने सद्विवेकः। नरनरकपशुत्वोच्छेदहेतुर्नराणां, शिवसुखतरुबीजं शुद्धसम्यक्त्वलाभः " |॥१॥
આ સમ્યક્ત્વ અનુપમ સુખનું વિધાન છે. વૈરાગ્યની પ્રાપ્તિનું કારણ છે. વૈરાગ્યને પ્રગટ કરવામાં શુદ્ધ વિવેક છે. ચાર ગતિના દુઃખના ઉછેર કરવામાં કારણ છે અને મોક્ષસુખરૂપ વૃક્ષનું એ બીજ છે. ૧ છે વળી પણ કહ્યું છે–
“सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वबन्धोर्न परोऽस्ति बन्धुः ।। सम्यक्त्वमित्रान्न परं हि मित्रं, सम्यक्त्वलाभान्न परोऽस्ति लाभः” ॥२॥
સમ્યક્ત્વરત્નથી કેઈ ઉત્કૃષ્ટ રત્ન નથી. એનાથી વધીને કેઈ બંધુ નથી. આ સમ્યફત્વ પરમ મિત્ર છે, અને એને લાભ જ પરમ લાભ છે. ૧ /
એથી એ સિદ્ધ થયું કે સમ્યક્ત્વ મેક્ષનું મૂળ કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૭૬