________________
ત્યારે એ જીવ ઔપશમિક સમ્યક્ત્વથી પતિત થઈ મિથ્યાત્વની સન્મુખ થાય છે (હજુ મિથ્યાત્વમાં પ્રાપ્ત નથી થયે પણ એની સન્મુખ થયો છે) માટે જ્યાં સુધી એ જીવ મિથ્યાત્વરૂપી ભૂમિને પ્રાપ્ત નથી થયે, અર્થાતુ-જ્યાં સુધી સમ્યક્ત્વરૂપી પર્વતથી પડીને વચમાં જ છે. તે સમયે તે જીવનું જે સમ્યક્ત્વ છે તેનું નામ સાસાદન છે (૪).
(૫) વેદક–સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે–વેચતિ=સનુમતિ સભ્યRવપુછાન इति वेदका अनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम् ' ' અર્થાત્સ મ્યક્ત્વપ્રકૃતિના પુગલને જે અનુભવ કરવાવાળો છે, એને વેદક–અનુભવિતા કહે છે. એનાથી અભિન્ન હોવાથી સમ્યક્ત્વ પણ વેદક કહેવાય છે. સમ્યક્ત્વપ્રકૃતિના જેટલા પણ પુદ્ગલપુંજ છે, એમાંથી અધિકતર પુદ્ગલપુંજને નાશ થયા પછી બાકી જે ચરમ પુદ્ગલ રહે છે એના ગ્રાસની સમીપ (નાશ કરવાના સમય)માં તે વેદક–સમ્યક્ત્વ થાય છે. ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયેલા જીવ અનંતાનુબંધિ-ચતુષ્ટયનું પણ ક્ષપણ કરીને મિથ્યાત્વપ્રકૃતિ અને મિશ્ર પ્રકૃતિના પુદ્ગલjજેને જ્યારે ક્ષય કરી નાખે છે ત્યારે પછી સમ્યક્ત્વપ્રકૃતિના પુંજની પોતાના અનુભવથી ઉદીરણ કરીને નિર્જરા કરે છે. એમ કરવાથી–ઉદીરણીય-ઉદીરણા કરવા યોગ્ય સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજને અભાવ થઈ જાય છે. આ પ્રકારે અન્તિમ ગ્રાસના રહેવાથી તે સમય પણ કેટલાક અંતિમ અંશવર્તી સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલપુંજોને અનુભવ થાય છે. એને અનુભવ કરાવે તે વેદક–સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ પણ પૌગલિક જાણવું જોઈએ.
આને ફલિતાર્થ એ છે કે ક્ષાપશમિક સમ્યક્ત્વવાળા જીવ સમ્યકત્વમાહનીય કર્મના પુદ્ગલjજના અધિકાંશ ભાગને ક્ષય કરીને જ્યારે એ સમ્યક્ત્વ–મેહનીય કર્મના અંતિમ પુદ્ગલેનું વેદન કરે છે તે સમયમાં ઉત્પન્ન થવાવાળા આત્મપરિણામ વેદક-સમ્યક્ત્વ છે, વેદક–સમ્યકત્વની પ્રાપ્તિ પછી ક્ષાયિક–સમ્યક્ત્વને જીવ પ્રાપ્ત કરી જ લે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૧