________________
સમ્યકત્ત્વકા વૈવિઘ્ય ઔર દશવિધત્વકા સવિસ્તર વિવરણ ।
સમ્યક્ત્વના ભેદ—
સમ્યક્ત્વ એ પ્રકારનું છે, (૧) દ્રવ્ય-સમ્યક્ત્વ (ર) ભાવ-સમ્યક્ત્વ, મિથ્યાત્વ પ્રકૃતિના જે વિશુદ્ધ પુદ્ગલ છે તે દ્રવ્ય-સમ્યક્ત્વ છે. જેવી રીતે સૂક્ષ્મ વસ્તુ દૃષ્ટિનુ રાધક નથી થતું તેવી રીતે એ વિશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલ અધ્યવસાયસ્વરૂપ સમ્યક્ત્વનાં પ્રતિબન્ધક નથી થતાં. અર્થાત્—જેવી રીતે સૂક્ષ્મ વજ્ર દૃષ્ટિનું પ્રતિબંધક નથી થતુ, ઠીક આ પ્રકારથી તે મિથ્યાત્વના વિશુદ્ધ પુદ્ગલ પુંજ સમ્યગ્દનરૂપ ષ્ટિનાં રોધક નથી થતાં. આ કારણે તેને ઉપચારથી સમ્યક્ત્વ કહેવામાં આવે છે. મિથ્યાત્વ કર્મના ક્ષયાપશમાદિકથી ઉત્પન્ન થયેલા આત્માના શુભ પરિણામ ભાત્ર-સમ્યક્ત્વ છે. બીજા પ્રકારે પણ સમ્યક્ત્વ એ પ્રકારના (૧) નૈૠયિ સમ્યકૃત્વ (૨) વ્યાવહારિક-સમ્યક્ત્વ, એક પૌદ્ગલિક સમ્યક્ત્વ, બીજી અપગલિક–સમ્યકૃત્વ, એક નિસ અને બીજું અધિગમ-સમ્યક્ત્વ.
ભાવ-સમ્યક્ત્વનું જે લક્ષણ કહ્યું છે તે નૈશ્ચયિક–સમ્યક્ત્વનું સ્વરૂપ છે. અર્થાત્ મિથ્યાત્વ કના ક્ષયાપશમાદિકથી ઉત્પન્ન થયેલ આત્માનું શુભ અધ્યવસાયવિશેષ જ નૈશ્ચયિક--સમ્યક્ત્વ છે. કુદેવ, કુશુરૂ અને કુધર્મના પરિહાર– ત્યાગ—પૂર્વક નિશ્ચિતરૂપથી સુદેવ, સુગુરૂ અને સુધના સ્વીકાર કરવા, તથા રૂચિરૂપથી તત્ત્વાર્થનું શ્રદ્ધાન કરવું આદિ વ્યવહાર–સમ્યક્ત્વ છે. આ પ્રકારે મિથ્યાત્વ સ્વભાવ જેનાથી દૂર થઇ ગયેલ છે એવા જે સમ્યક્ત્વ પ્રકૃતિના પુંજ છે એની અંદર રહેલા પુદ્ગલોના વેઢનથી ઉત્પન્ન થયેલા જે ક્ષાયેાપશમિક–સમ્યક્ત્વ તેમજ વેદકસમ્યક્ત્વ છે તે પૌદ્ગલિક સમ્યક્ત્વ છે. એ પુદ્ગલના વેદનથી રહિત કેવલ જીવના પરિણામસ્વરૂપ જે ક્ષાયિક-સમ્યક્ત્વ અને ઓપશમિક-સમ્યક્ત્વ છે આ અપૌલિક સમ્યકૃત્વ છે. નિસર્ગ અને અધિગમ સમ્યક્ત્વનું વર્ણન પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં કરવામાં આવેલ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૮