________________
પ્રીતિસ્વરૂ૫ રૂચિ નામની માનસિક પરિણતિ છે તે જ તત્વાર્થ શ્રદ્ધાન છે. એ અપર્યાપ્તાવસ્થામાં ઘટિત નથી થતી. પરન્ત સમ્યક્ત્વ તે ત્યાં પણ માનેલ છે. કારણ કે ૬૬ છાસઠ સાગર ઝાઝેરી એવં સાદિ અનંત, એ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે ત્યારે તે આગમથી વિરોધ આવશે.
અર્થાત્—આપ “તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. એ પ્રકારે સમ્યક્ત્વનું લક્ષણ કહો છો. લક્ષણના દોષ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ છે. જે લક્ષણ પોતાના સમસ્ત લક્ષ્યમાં ઘટિત નથી હતું, ત્યાં આવ્યાપ્તિ દોષ થાય છે. જે પોતાના લક્ષ્યમાં અને અલક્ષ્યમાં પણ ઘટિત થાય છે ત્યાં અતિવ્યાપ્તિ દોષ થાય છે. અને જે લક્ષણો સમન્વય લક્ષ્યમાં હોતે જ નથી, ત્યાં અસંભવ ષ થાય છે. અહીં પ્રકૃતિમાં અવ્યાપ્તિ-દેષ આવશે, કેમ કે શાસ્ત્રકારોએ ક્ષાપશમિક-સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ છાસઠ સાગરોપમ ઝાઝેરી અને ક્ષાયિક-સમ્યક્ત્વની સ્થિતિ સાદી અને અનંત માનેલી છે. ક્ષાયિક અથવા ક્ષાપશમિક સમ્યક્ત્વ સહિત મરવાવાળા જીવને અપર્યાપ્તાવસ્થામાં પણ તે તે સમ્યક્ત્વને સદ્ભાવ માનેલ છે; પરન્તુ તત્ત્વાર્ધશ્રદ્ધાન ત્યાં માનવામાં નથી આવેલ. આપ તો સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થશ્રદ્ધાન કહો છે.
તત્વાર્થશ્રદ્ધાન અપર્યાપ્તાવસ્થાના જીમાં હોતું નથી, માટે ત્યાં સમ્યક્ત્વનું લક્ષણ ઘટશે નહિ. લક્ષ્યમાં લક્ષણને સમન્વય નહિ થવાથી જ અવ્યાપ્તિ થાય છે. માટે આ લક્ષણમાં અવ્યાતિ–દેષ અનિવાર્ય છે. કદાચ આપ કહેશે કે અમે અપર્યાપ્તાવસ્થાના માં સમ્યક્ત્વ નથી માનતા તે આપને આગમવિરોધરૂપ દોષ લાગશે, કેમ કે આગમમાં અપર્યાપ્તાવસ્થાના જીમાં પણ સમ્યક્ત્વ માનેલ છે.
તથા--સમ્યક્ત્વનું એ લક્ષણ રાગાત્મક રૂચિરૂપ હોવાથી વીતરાગ અવસ્થામાં ઘટિત નથી થતું, કારણ કે આ અવસ્થામાં રાગાત્મક-રૂચિને સર્વથા અભાવ છે, આવી પરિસ્થિતિમાં ત્યાં સમ્યક્ત્વની ઉત્પત્તિને નિર્વાહ પણ કેવી રીતે થઈ શકે ?
સમાધાન–તત્વાર્થ-શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું લક્ષણ નથી, પણ તેનું કાર્ય છે, સમ્યકત્વ જેનું બીજું નામ સમ્યગ્દર્શન છે, અને જે મિથ્યાત્વના ક્ષયપસમાદિકથી ઉત્પન્ન થાય છે તથા જેનું લક્ષણ પ્રશમ, સંવેગાદિક છે તે આત્માનું શુભ પરિણામવિશેષ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૪