________________
આવા વીર “નાવાલાન્તિ નીવિતમ્ ” એ વાતના વિચાર નથી કરતા કે મારી આયુ કેટલી વ્યતીત થઈ ગઇ છે અને હવે કેટલી ખાકી છે ? કારણ કે દીર્ઘ આયુષ્ય પણ મળે અને તેમાં અસંયમ જીવન રહ્યું તે આત્માનું તેમાં હિત કોઈ પ્રકારે થતું નથી. માટે તેને જે કાંઈ જીવન પ્રાપ્ત થાય છે તેમાં તે સંતુષ્ટ રહી પોતાના જીવનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરતા રહે છે. જેટલી પણ આયુ તેની વ્યતીત થવાવાળી છે તે સઘળી આત્માદ્ધારના સદુપાયાનું સેવન કરતાં કરતાં વ્યતીત થાય છે, અસંયમ જીવનની ચાહના તેમાં થતી નથી. માટે તેવા જીવ પેાતાની આયુના વ્યતીત થવાના તથા તેના અવશિષ્ટ રહેવાના વિચાર કરતા નથી. અર્થાત્ તે અસયમ જીવન અને દીઘ જીવનની ચાહના કરતા નથી. ॥ સૂ॰ ૫ ॥
ܕܙ
છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સૂત્ર ।
જે અનન્તાનુષધી આદિના ક્ષય કરવામાં પ્રવૃત્ત છે તે શું એકના જ ક્ષય કરવામાં પ્રવૃત્ત થાય છે ? અથવા અન્યને પણ ક્ષય કરવામાં પ્રવૃત્તિ કરે છે. આ શંકાનું સમાધાન કરવા માટે કહે છે તો વિવિષમાળે ’ઇત્યાદિ.
એકકા વિવેચન કરતે હુએ દૂસરોંકા ભી વિવેચન કરતા હૈ, દૂસરોંકા વિવેચન કરતે હુએ એકકા ભી વિવેચન કરતા હૈ ।
અનન્તાનુબંધી ક્રેાધનો ક્ષય કરવાવાળા ક્ષપકશ્રેણમાં આરૂઢ સચત નિયમથી અનન્તાનુંધિચતુષ્ટય અને મિથ્યાત્વમાહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમેહનીય, એ સાત પ્રકૃતિના ક્ષય કરે છે. જે અદ્ઘાયુષ્ય ( આયુક ના જે પહેલાં બંધ કરી ચુકેલ છે) તે પણ ત્રણ ભવાનું ઉલ્લંઘન નથી કરતા, અર્થાત્ ત્રીજા ભવમાં નિયમથી મુક્તિના લાભ કરી લે છે. અખદ્ઘાયુષ્ય ( જેણે પહેલાં આયુકના ખંધ નથી કર્યાં તે ) જીવ માહનીય કની ર૭ સતાવીસ પ્રકૃતિયાને નિયમથી નાશ કરે, છે અથવા ચાર ઘાતીયા કર્મોનો નાશ કરીને અવશિષ્ટ ચાર અઘાતિયા કર્માના પણ નાશ કરી નાખે છે.
ભાષા -પૂર્વોક્ત સાત પ્રકૃતિયાના ક્ષયથી જેણે ક્ષાયિક–સમ્યકત્વને લાભ કરેલ છે, અને ક્ષાયિક-સમ્યકત્વને લઇને ક્ષપકશ્રેણિ ચઢેલ છે તે જીવની મુક્તિ નિયમતઃ તે ભવથી થઇ જાય છે, પરંતુ તેવા જીવ કદાચ બદ્ઘાયુષ્ય છે તે તે, તે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૫