________________
ધીર મુનિ-ધજીવનિકાયલોકકે દુઃખકારણ કર્મોકો જાનકર, પુત્રકલત્રાદિ તથા હિરણ્યસુવર્ણાદિકી મમતા છોડકર ચારિત્રકો ગ્રહણ કરતે હૈં ઔર પરસે | પર જાતે હૈ, એસે મુનિ અપને જીવન કી અભિલાષા નહીં રખતે હૈ.
આ ષડૂજીવનિકાયરૂપ લોકના દુઃખનું કારણ કર્મ છે.” એવું જાણીને કર્મોને નાશ કરવામાં શક્તિશાળી ધીર મુનિ, પુત્ર સ્ત્રી આદિથી, તથા હિરણ્ય સુવર્ણ આદિથી “મે–મમત્વભાવરૂપ સંગને, અથવા અષ્ટ પ્રકારના કર્મોના આશ્રવના કારણરૂપ પરિગ્રહને સર્વથા ત્યાગ કરી ચારિત્રને અંગીકાર કરે છે. “ચાન શબ્દનો અર્થ ચારિત્ર છે. “ત્તિ અને મોક્ષિિત્ત ચાનઅર્થાત્ જેના દ્વારા મેક્ષને પ્રાપ્ત કરે તેનું નામ “ગાનછે, કારણ કે તેની પ્રાપ્તિથી જીવેને મુક્તિને લાભ થાય છે. “શાન”ની સાથે જે “મા” વિશેષણ લાગેલ છે. તે તેની મહત્તાને ઘોતક છે, ચારિત્રમાં મહત્તા એ માટે છે કે જેને તેની પ્રાપ્તિ કરડે ભમાં પણ દુર્લભ છે. તે અભિપ્રાયથી ચારિત્રને માવાન કહેલ છે.
જેને ચારિત્રપ્રાપ્ત થઈ ચુકેલ છે તેવા મુનિની મુક્તિ તે ભવથી થઈ શકે છે? અથવા ભવપરંપરાથી ?, આ પ્રકારની શિષ્યની આશંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે તે મુનિની મુક્તિ અને પ્રકારથી થાય છે. આ વાતને સ્પષ્ટ કરે છે—“ળિ પ્રકૃત્તિ — જિં ચાન્તિ’ મુક્તિ પ્રાપ્તિને વેગ્ય ક્ષેત્ર અને કાળની પ્રાપ્તિથી લઘુકમી જવાની તે ભવથી, અને અન્ય જીવોની પરંપરાથીઅન્ય ભવથી મુક્તિ થાય છે, આ વાતને ટીકાકાર સ્પષ્ટ કરે છે–જેવી રીતે કેટલાક જીવો પોતાની શક્તિ-અનુસાર સંયમનું આરાધન કરે છે અને સંયમનું આરાધન કરતાં કરતાંજ તેભવસંબંધી આયુને અંત થવાથી તે મરીને કર્માવશેષથી સૌધર્માદિ દેવલોકોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંની ઋદ્ધિને ગૃદ્ધિરહિત થઈ ભેગ કરતાં કરતાં તેભવસંબંધી આયુને પણ અંત કરીને તે કર્મભૂમિ આર્યક્ષેત્ર અને સુકુળમાં જન્મ પામીને ફરીથી શ્રદ્ધાસંયમાદિકની આરાધના કરવામાં વિલીન થવાના પ્રભાવથી આયુના અવસાનમાં સૌધર્માદિક દેવલેકેથી પણ આગળ વિશિષ્ટતર અનુત્તરપપાતિક વિમાનમાં દેવ બને છે. ત્યાંથી આવીને સંયમ આરાધનાને ગ્ય મહાવિદેહાદિ ક્ષેત્રમાં જન્મ પ્રાપ્ત કરી ફરીથી મૃતચારિત્ર ધર્મની આરાધનાના કારણથી સમસ્ત કર્મોને ક્ષય કરી અપુનરાવૃત્તિસ્વરૂપ મેક્ષસ્થાનમાં જઈ બિરાજે છે.
ભાવાર્થ–“ચારિત્રપ્રાપ્તિ મુનિ તે ભવથી અથવા અન્ય ભવથી પણ શું મિક્ષ જાય છે? એવી શિષ્યની આશંકાને શાસ્ત્રકાર ઉત્તર દે છે કે જે સંયમની આરાધના કરે છે તે જીવ તેજ ભવમાં અથવા તે ભવથી મેક્ષ ન જતાં અન્ય ભથી પણ મુક્તિને લાભ કરી લે છે. જ્યાં સુધી તે મુક્તિને લાભ નથી કરી લેતા ત્યાં સુધી તે ઉત્તમ મનુષ્યપર્યાય તેમજ દેવપર્યાયમાં ઉત્પન્ન થતા રહે છે, મુક્તિયોગ્ય ક્ષેત્ર અને કાળની પ્રાપ્તિ થતાં જ પૂર્ણ સંયમની આરાધનાના ભાવથી તે ઘાતિયા અને અઘાતિયા કર્મોને સર્વથા વિનાશ કરી પંચમગતિ–મુક્તિને લાભ કરી લે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૩